back to top
Homeગુજરાતમહેસાણામાં વેરા વસૂલાત અભિયાન:એપોલો એન્કલેવમાં 55.93 લાખના બાકી વેરા માટે 7 દુકાનો...

મહેસાણામાં વેરા વસૂલાત અભિયાન:એપોલો એન્કલેવમાં 55.93 લાખના બાકી વેરા માટે 7 દુકાનો સીલ

મહેસાણા મહાનગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ એપોલો એન્કલેવમાં આવેલી સાત દુકાનોને સીલ કરી છે. આ દુકાનો પર કુલ રૂ. 55,93,741નો વેરો બાકી હતો. મહાનગરપાલિકાએ 10 હજારથી વધુ વેરો બાકી ધરાવતા 8 હજારથી વધુ બાકીદારોને નોટિસ આપી હતી. નોટિસની મુદત પૂરી થયા બાદ પણ વેરો ન ભરનારા મિલકત ધારકો સામે સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલ એપોલો એન્કલેવમાં સહારા બ્રિજ હોટલના માલિક અને સીમંધર ઓનર્સ એસોસિએશનના સભ્ય ભગીરથ કન્સ્ટ્રક્શન કંપની પ્રા. લિમિટેડની દુકાનોને સીલ કરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીના પગલે કેટલાક બાકીદારોએ સ્થળ પર જ વેરાની રકમ ભરપાઈ કરી દીધી છે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મનપામાં રોજની સરેરાશ 10 લાખ રૂપિયાની વેરા વસૂલાત થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments