back to top
Homeગુજરાતમેઘ અને મહેન્દ્ર શાહ સાથે સંકળાયેલા લોકો ભૂગર્ભમાં:બિલ્ડરોથી લઈ આંગડીયા પેઢીના માલિકોના...

મેઘ અને મહેન્દ્ર શાહ સાથે સંકળાયેલા લોકો ભૂગર્ભમાં:બિલ્ડરોથી લઈ આંગડીયા પેઢીના માલિકોના પિતા-પુત્ર સાથે સંબંધ, બંધ ફ્લેટમાંથી મળેલા કરોડોના મુદ્દામાલ મામલે તપાસનો ધમધમાટ

અમદાવાદના પાલડી વિસ્તારમાં કુબેરના ખજાના જેટલું સોનું અને રોકડ મળી આવ્યા બાદ હવે મેઘ અને તેના પિતા મહેન્દ્ર શાહને શોધવા માટે અલગ અલગ એજન્સી કામ કરી રહી છે. તેવા સમયે મેઘ અને મહેન્દ્ર જ્યારે આર્થિક રીતે હાથેપગે હતા ત્યારે તેની સાથે ચડેલા લોકો પણ મોટા પ્લેયર બની ગયા અને હાલ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં કોઈ બિલ્ડર, કોઈ ફાઇનાન્સર, કોઈ આંગડિયા પેઢીનો ખેલાડી, કોઈ આરટીજીએસમાં ખેલાડી બધા મહેન્દ્ર સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ હોવાની વાતો હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. આંગડીયા પેઢી સાથે મેઘ શાહના સંબંધ
મહેન્દ્ર શાહ જ્યારે આર્થિક રીતે તકલીફમાં હતો ત્યારે કેટલાક ફાઇનાન્સર અને બિલ્ડરે તેને સ્ક્રિપ્ટ ચલાવવા માટે હાથ લાંબો કર્યો હતો. જ્યારે મેઘ શાહ તેનાથી પણ એક સ્ટેપ આગળ વધ્યો હોય તેવું સૂત્રો જણાવ્યું અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે, મેઘને એક પોલીસ સાથે ખૂબ જ સંબંધો ધરાવતા આંગડિયા પેઢીના સંચાલક સાથે સંપર્ક થયો અને તેને બે વર્ષમાં કુબેરનો ખજાનો ભેગો કર્યો છે. પરંતુ આંગડિયા પેઢીની સાથે અનેક વિવાદ પણ થયેલા છે અને અગાઉ રેડ પણ થઈ હોવાનું જાણવા મળી રહે છે. એટલે આખું કનેક્શન આંગડિયાના હવાલા બુકીના પૈસાના અમૂક ટકા લઈને રોકડ આપનાર પ્લેયરે પોતાના સબંધ મોટા પોલીસ અધિકારીઓ સાથે હોવાનું મેઘને જણાવીને સ્ક્રીપટ પ્લેયર બની ગયા હતા. પરંતુ આ આખા રેક્ટમાં તપાસ ક્યાં લેવલ સુધી જાય છે તે મહત્વની બાબત છે. બે વર્ષના ગાળામાં જ પિતા-પુત્રએ કરોડોનો મુદ્દામાલ ભેગા કર્યો
કોઈ સામાન્ય વ્યક્તિ આખી જિંદગી રૂપિયા ભેગા કરે તો પણ સો કરોડનું સોનુ અને કરોડો રૂપિયાની રોકડ બે વર્ષમાં ભેગા થઈ શકે નહીં પરંતુ અમદાવાદના પિતા-પુત્રની જોડી હાલ ભૂગર્ભમાં છે તે મેઘ અને તેના પિતા મહેન્દ્ર શાહ બે વર્ષમાં થયું કે એમની પાસે કરોડો રૂપિયા ભેગા થવા લાગ્યા પરંતુ આખી ચેનલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેમકે મહેન્દ્ર શાહ જ્યાં બેસતા હતા ત્યાં જમીન અને શેર બજારના મોટા પ્લેયર બેસતા હતા એટલું જ નહીં એક બે જણ તો ટર્મિનલ પણ ચલાવતા હતા. મહેન્દ્ર શાહ સ્ક્રીપ્ટ ચલાવવાની ઓફર લાવ્યા અને લોકો તેમાં ઇન્વેસ્ટમેન્ટ નક્કી કરવા તેમ જ પ્રોફિટ કઈ રીતે મળશે તે પહેલાથી નક્કી કરતા હતા ત્યારબાદ તેઓ ફાઇનાન્સ કરતા હોવાની પણ વિગતો સૂત્ર પાસેથી જાણવા મળી રહી છે. કરોડો રૂપિયા મેઘ સુધી કઈ રીતે પહોંચતા હતા?
આ બધાની વચ્ચે થોડા સમય પહેલા અમદાવાદમાં આંગડિયા પેઢી પર રેડ થઈ હતી જેમાં કોલ સેન્ટર અને ક્રિકેટ સટાના રૂપિયાની શંકાના આધારે તપાસ થઈ હતી. આ બધા આંગડિયાની અંદર એક આંગડિયા પેઢી જ્યાં સર્ચ થયું હોય તે આંગડિયા પેઢીનો માલિક મેઘનો ભાગીદાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. એટલે કંઈ ચેનલથી રૂપિયા મેઘ સુધી પહોંચતા તે પણ ખૂબ શંકા ઉપજાવનારી બાબત છે. કદાચ પેઢી મારફતે ક્રિકેટ સટ્ટા, કોલ સેન્ટર અને આરટીજીએસ દ્વારા જે રૂપિયા આવતા હતા જે અમૂક ટકાવારી લઈને આવેલા રૂપિયા પણ મેઘ સુધી પહોંચતા હોવાની ચર્ચા છે. આ પણ વાંચોઃ 100 કરોડના ગોલ્ડ કેસમાં સ્મગ્લિંગના રેકેટની આશંકા આરટીજીએસ અને આંગડિયા પેઢી સાથે સંકળાયેલા વ્યક્તિને ઘણા IPS અધિકારી સાથે સંબંધો હતા અને તે તેના સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ પણ મૂકે છે એટલું જ નહીં એનાથી પ્રભાવિત થઈને મેઘ જેવા લોકો તેને ભાગીદાર બનાવ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે અને બે વર્ષ સુધી તેને આટલી મોટી રકમનો ખેલ કરવામાં આ ભાગીદારે ક્યાંક મદદ કરી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આંગડિયા પેઢી સાથે કનેક્ટ આ ભાગીદાર અગાઉ EDની રેડ માં આવી ચુક્યો છે એટલું જ નહીં મેઘ સાથે ભાગીદારી કરનાર આ પ્લેયર અનેક આઇપીએસના ઘરે મોંઘી ગિફ્ટ અને સેવા માટે પોતાના ખજાના ખુલ્લા રાખ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. મેઘના પરિવારમાં કોઈ બાળકના જન્મ દિવસે તેણે 25 હજારની એક એવી 600 ગિફ્ટ લાગતા વળગતાને વહેંચી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.ત્યારે મહેન્દ્રની જે જગ્યાએ બેઠક હતી તે જગ્યાએ આવતા લોકો પણ ફફડી રહ્યા છે. અમદાવાદના પાલડીમાં આવેલા ફ્લેટમાં DRI-ATSએ દરોડો પાડ્યો હતો
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાં ત્રણ દિવસ પહેલા એટીએસ અને ડીઆરઆઈએ દરોડો પાડ્યો હતો. આ ફ્લેટ મેઘ શાહે ભાડે રાખ્યો હતો. ફ્લેટમાંથી બંને એજન્સીઓએ કુલ 107 કરોડ રૂપિયાની કિંમતના દાગીના, સોનું અને ઘડીયાળો જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા સોનામાંથી મોટાભાગનો જથ્થો દાણચોરીથી લાવવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે. હાલ બંને એજન્સીઓ તપાસ કરી રહી છે અને પિતા-પુત્રની શોધખોળ ચાલી રહી છે. DRI અને ATSએ જપ્ત કરેલો મુદ્દામાલ
87.9 કિલો ગોલ્ડબાર
19.6 કિલોના દાગીના
11 લકઝરી ઘડિયાળ
1.37 કરોડ રોકડા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments