રમઝાનના પવિત્ર મહિનામાં એક્ટર રઝા મુરાદનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે દારૂ પીતો જોવા મળી રહ્યો છે. હવે આ અંગે એક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આ વીડિયો થોડા દિવસો પહેલા થયેલા ફિલ્મના શૂટિંગનો છે. રઝા મુરાદની પાર્ટીનો વીડિયો વાઈરલ થયો
વાઈરલ વીડિયોમાં રઝા મુરાદ તેમના નજીકના મિત્ર અને એક્ટર કિરણ કુમાર સાથે દારૂ પીતા જોવા મળે છે. કિરણ કુમાર અને રઝા મુરાદે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક કોલોબ્રેશન પોસ્ટ શેર કરી. મંગળવારે રઝા મુરાદે પોતાના વાઈરલ વીડિયો પર પોતાનું મૌન તોડ્યું. તેમણે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે આ વીડિયો થોડા દિવસો પહેલા દિલ્હીમાં થયેલા એક ફિલ્મ શૂટિંગનો છે. આ સીનમાં તે પોતાનો રિયલ જન્મદિવસ ઉજવી રહ્યા નથી. ફિલ્મના સેટ પર તેમના રીલ બર્થ-ડેનું શૂટિંગ ચાલી રહ્યું હતું. રમઝાન દરમિયાન એક્ટરે દારૂ પીધો હોવાથી ફેન્સ ગુસ્સે થયા
વીડિયો વાઈરલ થયા બાદ રઝા મુરાદને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. યુઝર્સ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા હતા કે રમઝાનના પવિત્ર મહિનામાં દારૂ પીવો ખોટું છે. એક યુઝરે લખ્યું – તમે ખૂબ જ બુદ્ધિશાળી છો, રમઝાન મહિનો ચાલી રહ્યો છે, તમને આ બધું કરતા શરમ આવવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યું, માફ કરશો, પણ તમારે આ પવિત્ર મહિનામાં આ બધું ન કરવું જોઈએ. એક્ટરે કોમેન્ટ કરી સ્પષ્ટતા આપી
રઝા મુરાદે પોતાની કોમેન્ટમાં લખ્યું, પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ એવું ન વિચારો કે આ દારૂની પાર્ટી છે કે બર્થ-ડેની પાર્ટી છે. આ ક્લિપિંગ થોડા દિવસો પહેલા દિલ્હીના છતરપુરમાં શૂટ થયેલી એક અંડર-પ્રોડક્શન ફિલ્મના શૂટિંગની છે. જ્યાં મારો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ ફક્ત એક ફિલ્મનો સીન છે બીજું કંઈ નથી. તમે લોકો બિનજરૂરી રીતે એવું વિચારી રહ્યા છો કે દારૂની પાર્ટી ચાલી રહી છે. મારો જન્મદિવસ તો 23 નવેમ્બરે આવે છે અને અત્યારે તો માર્ચ મહિનો ચાલે છે. વિચાર્યા વગર, તમને લોકોને લાગી રહ્યું છે- અમે રમઝાન દરમિયાન ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છીએ, જે બિલકુલ ખોટું છે. કિરણ કુમારે વીડિયોના કેપ્શનમાં લખ્યું – મિત્ર જેટલો જૂનો, તેટલી જ મજબૂત મિત્રતા. ક્યારેક મિત્રો સાથે કામ કરતી વખતે રીલ અને રીઅલ વચ્ચેનો તફાવત અદૃશ્ય થઈ જાય છે. એક્ટર 70ના દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે
રઝા મુરાદે 70ના દાયકામાં પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ‘રામ તેરી ગંગા મૈલી’, ‘જોધા અકબર’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. રઝા મુરાદની છેલ્લી ફિલ્મ ‘બલ્લી વર્સિસ બિરજુ’ હતી જે 2023માં રિલીઝ થઈ હતી.