વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપલસેત ગામમાં એક રોમાંચક ઘટના સામે આવી છે. અડધી રાત્રે ગામના ઝાજુર ફળિયામાં એક દીપડો પ્રવેશ્યો હતો. દીપડો એક ખેડૂતના ઘરના ઓટલા પર આવીને બેસી ગયો હતો. ઘરના પરિવારજનોએ દીપડાને જોતાં જ સાવચેતીથી કામ લીધું હતું. તેઓએ ઘરને અંદરથી બંધ કરી દીધું હતું. ગભરાટ કે બુમાબૂમ કર્યા વગર તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકોએ ખેડૂતના ઘરના છતના નળિયા દૂર કરીને પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમે સફળતાપૂર્વક દીપડાને પાંજરામાં કેદ કર્યો હતો. દીપડો શારીરિક રીતે અશક્ત જણાતો હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.