back to top
Homeબિઝનેસવોડાફોન આઈડિયાના શેર 8% વધ્યા:VIએ મુંબઈમાં 5G સર્વિસ શરૂ કરી, કંપની સેટકોમ...

વોડાફોન આઈડિયાના શેર 8% વધ્યા:VIએ મુંબઈમાં 5G સર્વિસ શરૂ કરી, કંપની સેટકોમ પાર્ટનરશિપ માટે સ્ટારલિંક સાથે વાતચીત કરી રહી છે

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ એટલે કે VIના શેરમાં આજે 19 માર્ચ (બુધવાર)ના રોજ 8%નો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનો શેર 8.59% વધીને રૂ. 7.71 પર કારોબાર કરી રહ્યા છે. કંપનીના શેરમાં આ વધારો VI દ્વારા મુંબઈમાં 5G સર્વિસ શરૂ કરવાની જાહેરાત પછી થયો છે. આ ઉપરાંત, VI એ એમ પણ કહ્યું કે તે ભારતમાં સેટકોમ ભાગીદારી માટે એલોન મસ્કની કંપની સ્ટારલિંક અને એમેઝોનના કુઇપર સાથે પણ વાતચીત કરી રહ્યું છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ 5G રોલઆઉટ ગ્રાહકોને ઓછા ભાવે મોટું નેટવર્ક કવરેજ અને સારો મોબાઇલ એક્સપીરિયંસ મળશે. એક વર્ષમાં વોડાફોન-આઈડિયાના શેર 40% ઘટ્યા છેલ્લા 5 દિવસમાં VI સ્ટોક 8.65% વધ્યો છે. કંપનીનો શેર છેલ્લા એક મહિનામાં 7.71%, છ મહિનામાં 26.20% અને એક વર્ષમાં 40.39% ઘટ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 54.55 હજાર કરોડ રૂપિયા છે. વોડાફોન આઈડિયા 299 રૂપિયામાં અનલિમીટેડ 5G સર્વિસીઝ આપશે વોડાફોન આઈડિયાએ 299 રૂપિયાથી શરૂ થતા પ્લાનમાં અનલિમીટેડ 5G સર્વિસીઝ આપવાની જાહેરાત કરી છે. કંપની કહે છે કે તે વિડીયો સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ અને ક્લાઉડ એક્સેસ જેવી હાઈ-બેન્ડવિડ્થ સેવાઓની વધતી માંગને પહોંચી વળવા માટે તેના નેટવર્કને વધુ મજબૂત બનાવી રહી છે. મુંબઈમાં 5G સર્વિસ માટે VIએ નોકિયા સાથે ભાગીદારી કરી મુંબઈમાં 5G સર્વિસનો વિસ્તાર કરવા માટે વોડાફોન આઈડિયાએ નોકિયા સાથે ભાગીદારી કરી છે. કંપનીએ કહ્યું છે કે 5G સેવાઓનો સમગ્ર દેશમાં તબક્કાવાર વિસ્તાર કરવામાં આવશે. રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે સમગ્ર ભારતમાં 5G સેવાઓનો રોલઆઉટ પૂર્ણ કરી દીધો છે, જ્યારે VI હાલમાં જ તેની 5G સેવાઓ શરૂ કરી રહ્યું છે. ડિસેમ્બર 2024માં વોડાફોન આઈડિયાએ 17 લાખ યુઝર્સ ગુમાવ્યા ગયા મહિને જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે વોડાફોન આઈડિયા માટે સબ્સક્રાઈબર્સ લોસને સ્થિર કરવું એ સૌથી મોટો પડકાર છે. TRAIના ડેટા અનુસાર, ડિસેમ્બર 2024માં, VI ના યુઝર્સની સંખ્યામાં 17 લાખનો ઘટાડો થયો અને તે ઘટીને 20.7 કરોડ થઈ ગયા. નવેમ્બરની શરૂઆતમાં પણ, તેના 15 લાખ યુઝર્સ ઘટ્યા હતા. VIએ છેલ્લા 12 મહિનામાં 26,000 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે છેલ્લા 12 મહિનામાં, VI એ 26,000 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે. આમાં ભારતનો સૌથી મોટો FPO શામેલ છે, જેના દ્વારા કંપનીએ 18,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા. આ ઉપરાંત, પ્રમોટરોએ 4,000 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું. કંપની આગામી ત્રણ વર્ષમાં રૂ. 50,000 કરોડથી રૂ. 55,000 કરોડના મૂડી ખર્ચની યોજના ધરાવે છે. વોડાફોન-આઈડિયાને ત્રીજા ક્વાર્ટરમાં ₹6,609 કરોડનું નુકસાન થયું નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ક્વાર્ટરમાં વોડાફોન-આઈડિયાને 6,609 કરોડ રૂપિયાનું નુકસાન (કોન્સોલિડેટેડ નેટ લોસ) થયો છે. કંપનીને એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં રૂ. 6,986 કરોડનું નુકસાન થયું હતું. વાર્ષિક ધોરણે કંપનીના નુકસાનમાં 5.40%નો ઘટાડો થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વોડાફોન-આઈડિયાની કોન્સોલિડેટેડ ઓપરેશનલ રેવન્યુ વાર્ષિક ધોરણે 4.16% વધીને રૂ. 11,117 કરોડ થઈ ગઈ. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં એટલે કે Q3FY24 માં કંપનીની રેવન્યુ રૂ. 10,673 કરોડ હતી. માલ અને સેવાઓના વેચાણથી મળતી રકમને રેવન્યુ કહેવામાં આવે છે. વોડાફોન-આઈડિયાનો ARPU 173 રૂપિયા રહ્યો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન વોડાફોન-આઈડિયાની ‘એવરેજ રેવન્યુ પર યુઝર’ (ARPU) 4.7% વધીને રૂ. 173 થઈ ગઈ. છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં, તે 166 રૂપિયા હતો. આ ફેરફાર ટેરિફ વધારા અને યુઝર્સ દ્વારા મોંઘા પેક ખરીદવાના કારણે થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments