ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા ગામે વાલમ રોડ સ્થિત શ્રી શિવ શક્તિ આશ્રમ ખાતે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી. લક્ષ્મીપુરા ઉપડવા સ્કૂલના બાળકો અને બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આશ્રમના મહંત અને પીઠાધીશ્વર ઉમાગીરી માતાજીના માર્ગદર્શન હેઠળ અહીં નિયમિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આમાં ભજન કીર્તન, સુંદરકાંડ, આનંદનો ગરબો, દુર્ગા નવમી, કન્યા ભોજન અને સત્યનારાયણની કથા જેવા કાર્યક્રમો સામેલ છે. આ આયોજનનો મુખ્ય હેતુ ભક્તોને સનાતન ધર્મ સાથે જોડી રાખવાનો છે. આશ્રમની વિશેષતા એ છે કે છેલ્લા 12 વર્ષથી અહીં ફળફળાદિના વૃક્ષોની વચ્ચે પક્ષીઓ માટે બારેમાસ દાણા-પાણીની સેવા નિયમિત રીતે કરવામાં આવે છે.