back to top
Homeમનોરંજન'સલમાને પોતાની પરવાહ કર્યા વગર મારો જીવ બચાવ્યો':એક્ટ્રેસ આયેશા ઝુલ્કાએ શૂટિંગનો કિસ્સો...

‘સલમાને પોતાની પરવાહ કર્યા વગર મારો જીવ બચાવ્યો’:એક્ટ્રેસ આયેશા ઝુલ્કાએ શૂટિંગનો કિસ્સો શેર કર્યો, કહ્યું- મારી તરફ ખૂબ જ ઝડપથી ટ્રેન આવી રહી હતી

90ના દાયકામાં એક્ટ્રેસ આયેશા ઝુલ્કાનું નામ બોલિવૂડની ટોચની હિરોઈનોમાં સામેલ થતું હતું. તે દિવસોમાં ફિલ્મ સેટ પર સેફ્ટીના નિયમો ખૂબ જ કડક નહોતા. આ જ કારણ હતું કે ઘણી વખત જીવલેણ અકસ્માતો થતાં થતાં બચી ગયા છે. આયેશા ઝુલ્કાએ પણ આવા જ એક અકસ્માતનો સમાનો કરવો પડ્યો હતો. જોકે, સલમાન ખાને સમયસર તેમને બચાવી લીધી હતી. 1991ની ફિલ્મ ‘કુર્બાન’ના સેટની આ વાત છે. આયેશાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સલમાને પોતાની પરવાહ કર્યા વગર મારો જીવ બચાવ્યો હતો. સલમાને ચતુરાઈ બતાવી હિરોઈનને અકસ્માતથી બચાવી
આયેશા ઝુલ્કાએ ‘બોલીવુડ બબલ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અને સલમાન એક રેલ્વે ટ્રેક પર શૂટિંગ કરી રહ્યાં હતાં. પાછળથી અચાનક એક ટ્રેન ખૂબ જ ઝડપે તેમની તરફ આવી રહી હતી. પરંતુ સલમાને ચતુરાઈ દેખાડી આયેશાને પોતાની તરફ ખેંચી લીધી. ‘તે સમયે કોઈ વોકી-ટોકી નહોતા, આ રીતે કમાંડ પસાર થતા હતા’
એક્ટ્રેસે વધુમાં જણાવ્યું કે, 90ના દાયકામાં સેટ પર વોકી-ટોકી નહોતા. તે સમયે કમાંડ આપવા માટે લોકો મોટે મોટેથી બૂમો પાડતા અથવા સંકેત આપવા માટે અલગ-અલગ કલરના ફલેગનો ઉપયોગ કરતા હતા. આયેશાના મતે તેઓ ઇગતપુરીમાં રેલ્વે ટ્રેક પર શૂટિંગ કરી રહ્યાં હતાં. તેમને કહેવામાં આવ્યું હતું કે તે સમયે તે ટ્રેક પર કોઈ ટ્રેન નહીં આવે. ‘સલમાને ટ્રેનનો અવાજ સાંભળ્યો અને મને ખેંચી લીધી’
એક્ટ્રેસે આગળ કહ્યું- ખૂબ નાનું સ્ટેશન હતું, આસપાસ બહુ ઓછા લોકો હતા અને અમારી પાસે જરૂરી દરેક પરવાનગીઓ હતી. અમારું ગીત ખૂબ જોરથી વાગી રહ્યું હતું. અમે વારંવાર રિહર્સલ કરી રહ્યા હતા અને અચાનક મને ખૂબ જ જોરથી ખેંચવામાં આવી. થોડીવાર તો સમજાયું નહીં કે શું થયું? પછી ખબર પડી કે સલમાને ટ્રેનનો અવાજ સાંભળ્યો હતો. તે (સલમાન ખાન) યુનિટના લોકો પર બૂમો પાડી રહ્યો હતો. કદાચ તે ટ્રેક પર હતો કારણ કે મારી પહેલા તેને શોટ આપ્યો હતો. આયેશાએ ‘કુર્બાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
‘કુર્બાન’ આયેશા ઝુલ્કાની પહેલી હિન્દી ફિલ્મ હતી. આ પછી તે ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે રિયાલિટી શો અને OTT પર પણ કામ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments