back to top
Homeગુજરાતહવામાનમાં થતાં ફેરફારથી બાળકો અને વયોવૃદ્ધને થતી અસર:બાળકોમાં શ્વસન અને વયોવૃદ્ધ લોકોમાં...

હવામાનમાં થતાં ફેરફારથી બાળકો અને વયોવૃદ્ધને થતી અસર:બાળકોમાં શ્વસન અને વયોવૃદ્ધ લોકોમાં હિટ સ્ટ્રોકની અસર; જાણો નિષ્ણાતો શું કહે છે

આજકાલ વાતાવરણમાં થતાં હવામાનના વધઘટને કારણે બાળકોમાં સામાન્ય રીતે શ્વસન બીમારીઓ, અસ્થમા અને એલર્જી થતી હોય છે, જેનું મુખ્ય કારણ હવામાનમાં થતાં ફેરફાર છે. બાળકોના પહેલાના સમયમાં અને હાલના સમયની જીવનશૈલીમાં શું ફર્ક છે. વયોવૃદ્ધ લોકો પોતાના ઘરમાં એક જગ્યાએ બેસી રહે ત્યારે શા માટે હિટ સ્ટ્રોકનો ભોગ બને છે. જાણો બે નિષ્ણાત ડોક્ટર શું કહે છે. ‘ઠંડા વાતાવરણમાં આવા પ્રોબ્લેમ વધારે જોવા મળે છે’
આ અંગે ખાનગી હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવતાં ડો.અતુલ જાનીએ જણાવ્યું હતું કે, વાતાવરણ પર થતા ફેરફારમાં બાળકો અને ઉંમરલાયક લોકો પર શું અસર પડે છે ત્યારે તેઓનું કહેવું છે કે, આપણે ગુજરાતમાં રહીએ છીએ ત્યારે ગરમી વધુ હોય છે, પરંતુ ક્યારેક ઠંડા પ્રદેશોમાં પણ આ પ્રકારના પ્રોબ્લેમ આવી શકે છે. જેમાં કોઈ પોલ્યુટન્સ હોય જે શિયાળમાં કે ઠંડીમાં નીચે લેવલ પર આવતા જાય એટલે જે લોકોને એલર્જી હોય તેમને અસ્થમાની અસર થતી હોય કે પછી વારંવાર શ્વાસ લેવાની તકલીફ હોય તેમાં ઘણો વધારે જોવા મળતો હોય છે. ખાસ કરીને નાના બાળકો અને ઉંમરવાળી વ્યક્તિમાં આ વધારો જોવા મળતો હોય છે. વધુમાં કહ્યું કે, એનું કારણ એ જ હોય છે કે નાના બાળકો અને વયોવૃદ્ધ લોકો પોતાની જાતને એટલા સાચવી શકતા નથી. જેથી ખૂબ ઠંડા વાતાવરણમાં આવા પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. આ સ્થિતિમાં ઉંમર લાયક લોકોને ઠંડીની સિઝનમાં લોહીની નળીઓ પણ સાંકડી થાય અને લોહી થોડું જાડું થાય ત્યારે હાર્ટ પર તેની અસર થતી હોય છે. ત્યારે વધારે ઠંડી પડે તો ગરમ કપડાંમાં રાખવામાં આવે છે. ગરમીથી પસીનો વળવો જોઈએ તે વળતો નથી
બીજી તરફ ગરમીમાં આવા લોકોને ખૂબ સાચવવા પડતા હોય છે. જેમાં ખાસ કરીને આ સમયે ડિહાઇડ્રેશન અને હિટ સ્ટ્રોકની શક્યતાઓ વધારે હોય છે. ખાસ કરીને એપ્રિલ અને જૂન માસ દરમિયાન આની અસર ગુજરાતમાં વધારે થાય છે. બાળકો અને વયોવૃદ્ધ લોકો ક્યારેક કોઈને કહી ન શકે અને ઉંમરલાયક લોકોમાં ગરમીથી પસીનો વળવો જોઈએ તે વળતો નથી, જેના કારણે સાધારણ ગરમી કે એક જ જગ્યાએ બેસી રહેવાથી હિટ સ્ટ્રોકની શક્યતાઓ વધારે રહે છે. જેમાં બાળકો પણ ગરમીના સમયમાં બહાર રમવા જાય છે અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી ના લે ત્યારે તેઓ પણ હિટ સ્ટ્રોકનો ભોગ બનતા હોય છે. વધુમાં જણાવ્યું હતું કે આનો એકમાત્ર ઉપાય એ છે કે, જ્યારે તમારે વધારે વખત ગરમીમાં રહેવાનું થાય છે, ત્યારે શક્ય હોય તો ખુલ્લા કોટનના કપડાં પહેરવા જોઈએ. આ સાથે જ પ્રવાહી સતત લેવું જોઈએ જેમાં પણ ન માત્ર પાણી, પરંતુ મીઠું નાખેલું હોય તે પ્રકારનું પાણી પીવું જોઈએ. આ માત્ર ઉંમરલાયક લોકોને ઘરમાં એક જગ્યાએ બેસી રહેવાથી આ સ્થિતિનું નિર્માણ થાય છે એટલે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ‘પહેલા બાળકો શેરિંગ વિથ ધ કેરિંગ કોન્સેપ્ટ સાથે ભણતા’
આ અંગે મનોવૈજ્ઞાનિક ડૉ પૂર્વી ભીમાણી એ જણાવ્યું હતું કે, આજ કાલ મધ્યમ વર્ગીય અને અમીર પરિવારોના બાળકોમાં ઇમ્યુનિટી ઘણી ઓછી જોવા મળે છે. જેના કારણે જલ્દી એલર્જી અને ફિઝિકલ હેલ્થ ઇશ્યૂ વધતા જઈ રહ્યા છે. તેની પાછળના બહુ બધા કારણો છે. પહેલાના સમયમાં સ્કૂલોમાં એવા ક્લાસીસ હતા કે સમૂહ જીવનના નામથી ત્રણ મહિનામાં એકવાર બધા જ બાળકો મેદાનના ભેગા થતા અને શેરિંગ વિથ ધ કેરિંગ કોન્સેપ્ટ સાથે ભણતા હતા. વધુમાં કહ્યું કે, પહેલા હેન્ડી ક્રાફટ, આર્ટ અને મ્યુઝિક પર અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને બે લેક્ચરમાં પી.ટી અને યોગ શીખવાડવામાં આવ્યું હતું. બીજામાં રમત ગમત શીખવાડવામાં આવતું હતું, જે બધુ જ વસ્તુઓ ફિઝીકલી એક્ટીવનેસ માટે હતી જે આજના સમયમાં નથી. હાલમાં માત્ર પુસ્તક છે, જે બાળકો માટે માત્ર જ્ઞાન છે જે વસ્તુ વપરાતી નથી તે બગડવા માડે છે. વધુમાં કહ્યું કે, જે રીતે શરીર વપરાતું નથી ત્યારે એલર્જી કે વેધર ચેન્જના ઈશ્યૂ વધતા જાય છે. આ ઉપરાંત ઘરોમાં, સ્કૂલ હોય કે ક્લાસ જે બધામાં ACનું કલ્ચર આવી ગયું છે. આપણું નેચરલી હવા લેવાનું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે જેના કારણે આ સામાન્ય વાતાવરણ સાથે શરીર સંકલન થઈ શકતું નથી અને ઇશ્યૂ પેદા થાય છે. એટલે મોટા ભાગના વેધર ઈશ્યૂ આવતા હોય છે. ​​​​​​​ આજકાલ આપણે પ્રિઝર્વેટિવ વસ્તુઓ સાથે જીવી રહ્યાં છીએ
વધુમાં જણાવ્યું કે, આજકાલ ફ્રુટ્સ જે છે તે પ્રિઝર્વેટિવ (કોઈ પણ વસ્તુને સાચવનાર પદાર્થ) સાથે આપણે જીવી રહ્યા છે. પેકેટ ફૂટ્સ હોય કે મસાલા હોય, દૂધ હોય કે નાહવાના સાબુ કે ટૂથપેસ્ટ હોય બધામાં લોકો પ્રિઝર્વેટિવ સાથે જીવી રહ્યા છે. જે ઇન્ટર્નલી ડાયજેશનને ખૂબ ખરાબ કરી રહ્યા છે. એનાથી વધારે હવે તો હાઇડ્રોલિક ખેતી પર આવી ગયા છીએ, ત્યારે ફર્ટિલાઇઝર પણ એવા આવી ગયા છે. જો આપણે વ્યવસ્થિત ખાઈશું નહીં, કુદરતી વાતાવરણમાં રહેશું નહીં, કસરત, યોગા કે રમતગમત કે અન્ય પ્રવૃતિમાં નહીં હોય તો આપણો સંપૂર્ણ વિકાસ કઈ રીતે થશે અને તેના જ કારણે આપણા સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે અને બાળકો નાની ઉંમરમાં સ્વાસ્થ્ય ગુમાવે છે. વિચારો કે આપણી આસપાસ કામ કરતા મજૂર વર્ગ, રોડ પર રહેતા લોકો શા માટે બિમાર નથી પડતા કારણ કે તેઓ નેચર સાથે રહી રહ્યા છે. જેથી બાળકોને ખોટી આદતોથી દૂર રાખો અને મન અને શરીર સ્વસ્થ હશે તો જ માણસ સુખી ગણાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments