હવે ગુજરાતના ટોલ બૂથ પરથી નીકળો અને તમારા વ્હીકલના ડોક્યુમેન્ટ અપડેટ નહીં હોય તો ઘરે મેમો પહોંચી જશે… ગુજરાત વ્હીલ ટ્રાફિક વિભાગ દ્વારા નવું E-Detection Project શરૂ કરવામાં આવ્યું છે, જે માર્ચના અંત સુધી લાગુ થશે. હવે જો તમારા વાહનના PUC, ઇન્સ્યોરન્સ, ફિટનેસ, અને પરમિટ દસ્તાવેજો અપડેટ ન હોય, તો તમારા ઘરે સીધું e-Memo આવશે! કયા ટોલ પ્લાઝા પર દંડ લાગશે?
NHAI ના તમામ ટોલ પ્લાઝા
રોડ્સ એન્ડ હાઉસિંગ ડિપાર્ટમેન્ટના બધા ટોલ દસ્તાવેજ કેવી રીતે અપડેટ કરશો?
1) Transport Portal પર જાઓ
2) Online Services પર ક્લિક કરો
3) Vehicle Related Services પસંદ કરો
4) Mobile / Email ID થી લોગિન કરો
5) ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરો
6) તમારા રજિસ્ટ્રેશન અને ચેસિસ નંબરના છેલ્લાં 5 અંક દાખલ કરો
7) PUC, ઇન્સ્યોરન્સ, ફિટનેસ અને પરમિટ સર્ટિફિકેટ અપલોડ કરો
8) વેરિફાય કરો અને અપડેટની કન્ફર્મેશન મેળવો! જો તમારે e-Challan ભરવું ન હોય તો આજે જ દસ્તાવેજ અપડેટ કરો! નહીં તો તમારું વાહન વેચી પણ નહીં શકો. વધુ માહિતી માટે ઉપરની તસવીર પર ક્લિક કરો અને વીડિયો જુઓ!