દર વર્ષે 21 માર્ચે જંગલના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત ફોરેસ્ટ સ્ટેટેસ્ટિક્સ 2023-24 રિપોર્ટ મુજબ, રાજ્યમાં છેલ્લાં 20 વર્ષમાં જંગલની 19347 હેક્ટરથી વધુ જમીન વિકાસનો ભોગ બની છે. તેમાંથી 46% એટલે કે 8895 હેક્ટર જમીન રોડના બાંધકામ અને ટ્રાન્સમીશન લાઇનનો ભોગ બની છે. આ દરમિયાન ઔદ્યોગિક એકમો અને ટાઉનશિપ માટે જંગલની 420 હેક્ટર જમીન વાપરવામાં આવી છે. કેન્દ્રીય પર્યાવારણ મંત્રાલયના ‘ઇન્ડિયા સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ 2023’ મુજબ, એક દાયકામાં દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 1725 ચોરસ કિલોમીટરમાં ટ્રી કવર ઘટ્યું છે. 2013માં રાજ્યનું ટ્રી કવર 8358 ચો.કિમી હતું, જે 2023માં 21% ઘટીને 6632 ચો.કિમી થઇ ગયું છે. 20 વર્ષમાં સૌથી વધુ 8895 હેક્ટર જમીન રોડના બાંધકામ અને ટ્રાન્સમિશન લાઇન માટે વપરાઇ ઔદ્યો.એકમો-ટાઉનશિપ માટે 420 હેક્ટર જમીન
20 વર્ષમાં સૌથી વધુ 8895 હેક્ટર જમીન રોડના બાંધકામ અને ટ્રાન્સમિશન લાઇન માટે વપરાઇ છે. રિહેબિલિટેશન માટે 2843 હેક્ટર, સબમર્જન્સ એટલે કે ચારે તરફ પાણી ભરાઇ ગયું હોય તેવી 939 હેક્ટર જમીન છે. સિંચાઇ માટે 539 હેક્ટર, ઔદ્યોગિક એકમો અને ટાઉનશીપ માટે 420 હેક્ટર જમીન, ખેતી માટે 41 હેક્ટર જમીન વિકાસનો ભોગ બની છે. જ્યારે 5669 હેક્ટર જમીનનો અન્ય કારણો માટે ઉપોયગ થયો છે. લાકાડાંમાંથી 440 કરોડની આવક
2014-15થી 2023-24 દરમિયાન ટીમ્બર એટલે કે ઇમારતી લાકડું અને બળતણના લાકડાંમાંથી કુલ 438 કરોડથી વધુ રૂપિયાની આવક થઇ છે. 2.38 લાખ ક્યુબિક મીટર(cmt) ઇમારતી લાકડાંમાંથી 366 કરોડથી વધુ રૂપિયાની આવક થઇ છે. જ્યારે 7.63 લાખ મેટ્રિક ટન(MT) બળતણી લાકડાંમાંથી 72 કરોડથી વધુ રૂપિયાની આવક સરકારને થઇ છે. ગુજરાતના ટ્રી કવરમાં 21% ઘટાડો
એક દાયકામાં દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 1725 ચોરસ કિલોમીટરમાં ટ્રી કવર ઘટ્યું છે. રિપોર્ટ મુજબ, 2013માં ગુજરાતનું ટ્રી કવર 8358 ચો.કિમી હતું, જે 2023માં 21% ઘટીને 6632 ચો.કિમી થઇ ગયું છે. જમ્મુ કાશ્મીરના ટ્રી કવરમાં પણ 3 હજાર ચો.કિમીથી વધુનો ઘટાડો થયો છે. પરંતુ ત્યાં 2013માં ખૂબ જ ઓછા સેમ્પલના આધારે ટ્રી કવર ગણવામાં આવ્યું હતું. તેથી ટેક્નિકલ કારણોસર તેને ગણવામાં આવ્યું નથી.