બુધવારે, મહારાષ્ટ્ર સાયબર સેલે ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં માતા-પિતા અને મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં યુટ્યુબર સમય રૈનાને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. ઉપરાંત, સાયબર સેલે સમયને 24 માર્ચે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને તેનું નિવેદન નોંધવા જણાવ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાને ત્રીજું સમન્સ મોકલ્યું સમાચાર એજન્સી ANI અનુસાર, ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો પર ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં સમય રૈનાને બુધવાર, 19 માર્ચે તેનું નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ સમય મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ હાજર થયો નહોતો. હવે સાયબર સેલે કોમેડિયનને ત્રીજું સમન્સ મોકલ્યું છે. અગાઉ બે વાર સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ સમય હાજર થયો ન હતો મહારાષ્ટ્ર સાયબર સેલે 17 માર્ચે સમય રૈનાને બીજું સમન્સ મોકલ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે 19 માર્ચે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવાનું છે. સમયને પહેલું સમન્સ ૧૩ ફેબ્રુઆરીએ મોકલવામાં આવ્યું હતું. જે મુજબ સમયે 17 માર્ચે પોતાનું નિવેદન નોંધાવવાનું હતું. પરંતુ યુટ્યુબર હજુ સુધી સાયબર સેલ સમક્ષ હાજર થયો નથી. શોમાં માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓનો મામલો સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પરનો વિવાદ ચાલુ જ છે. સમયે 8 ફેબ્રુઆરીના રોજ તેની યુટ્યુબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો. જેમાં યુટ્યુબર રણવીર અલ્લહાબાદિયાએ માતા-પિતા અને મહિલાઓ વિશે અભદ્ર વાતો કહી હતી. દિવ્ય ભાસ્કર તે બાબતોનો ઉલ્લેખ કરી શકતું નથી. શોના તમામ ગેસ્ટ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો એપિસોડ બહાર આવતાંની સાથે જ શો અને તેની સાથે સંકળાયેલા લોકોની ભારે ટીકા થવા લાગી. રણવીર વિરુદ્ધ મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણી જગ્યાએ FIR નોંધાઈ હતી. સમય ઉપરાંત, શોના 30 એવા ગેસ્ટ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમણે પહેલા એપિસોડથી અત્યાર સુધી શોમાં ભાગ લીધો હતો. વિવાદ વધતાં સ્પષ્ટતા આપવામાં આવી, બધા એપિસોડ ડિલીટ કરવામાં આવ્યા વિવાદ વધ્યા અને ફરિયાદ દાખલ થયા પછી, સમય રૈનાએ સોશિયલ મીડિયા પર લખ્યું- જે કંઈ થઈ રહ્યું છે તે હું સંભાળી શકતો નથી. મેં મારી ચેનલ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો અને ખુશી આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી તેમની તપાસ યોગ્ય રીતે થઈ શકે. આભાર. આ શોને સરેરાશ પ્રતિ એપિસોડ 20 મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હતા. સમય રૈનાના આ શોના દરેક એપિસોડને યુટ્યુબ પર સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળતા હતા. સમય અને બલરાજ ઘાઈ સિવાય આ શોના દરેક એપિસોડમાં જજીસ બદલાતા રહે છે. દરેક એપિસોડમાં,એક નવા સ્પર્ધકને પરફોર્મ કરવાની તક મળે. સ્પર્ધકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે 90 સેકન્ડનો સમય આપવામાં આવે છે. હવે આ શોના બધા વીડિયો દૂર કરી દેવામાં આવ્યા છે.