ગોંડલમાં સગીરોને મારા મારવાના કેસમાં સામ-સામે કેસ નોંધાયા છે. સહજાનંદનગરમાં રહેતા 13 વર્ષના તરુણ સાથે બે સગીરોએ જાતીય સતામણી કરી માર માર્યો છે. આ ઘટના 18 માર્ચે સ્ટેશન પ્લોટ વિસ્તારના કોલેજ ચોક પાસે સાંજે પાંચ વાગ્યાના સુમારે બની હતી. ઈજાગ્રસ્ત તરુણને પ્રથમ ગોંડલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિત તરુણ ક્રિકેટ એકેડેમીમાં જાય છે. તેના પિતાએ પોતાના તરૂણ પુત્રની જાતીય સતામણી કરનાર અને માર મારનાર બે સગીરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનાર તરુણના પિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 351(3), 54 અને પોક્સો એક્ટની કલમ 11, 12, 17 હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓએ પીડિત સગીરને બાથરૂમમાં બોલાવી જાતીય સતામણી કરી હતી. વિરોધ કરતા તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં હવે 13 વર્ષના તરૂણે આપવીતી જણાવી છે. નિવેદન આપતા આ તરુણે જણાવ્યું : “એ બનેં છોકરા મને મહિના દિવસથી હેરાન કરતા હતા. હું ઘરે આવતો ત્યારે મારા ઘર સુધી આવતા અને હું જ્યાં જાઉં ત્યાં પાછળ પાછળ આવતા. આ વખતે હું કોલેજ ચોકમાં બેઠો હતો તો બોલાવતા હતા, તેમની સામે ના જોયું તો ટ્યુશન સુધી પાછળ આવ્યા અને મને ધક્કો માર્યો જેનાથી મારા પગમાં વાગ્યું અને મને દાંડીથી અને PVC પાઇપથી માર્યો અને નિશાન છે. એમણે મહિના દિવસમાં 30 વાર મારું પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું. જયારે મળે ત્યારે ગાળો બહુ બોલતા હતા. એ લોકો બીડી લઈને બીડી સાફ કરીને ગ્રીન કલરનું અંદર નાખીને પીવે છે અને એક વાર મને દારૂ પીવડાવાવની પણ ટ્રાય કરી પણ હું ભાગી ગયો. એ લોકો વાઈટ કલરનું કૈક સુંઘતા હોય છે, જે મને પણ સૂંઘાડવાની ટ્રાય કરી હતી અને મને સૂંઘાડયું પણ હતું, વાઈટ કલરનું નશાવાળું હતું. ઘર સુધી પાછળ આવીને રોજ મારી નાખવાની ધમકી દે, અને બે ત્રણ વાર મારા પૈસા પણ ચોરી કરી લીધા. 400,500 અને એક વાર 1000 રૂપિયા ચોરી લીધા. હું મારા દાદા સાથે જતો હતો તો ત્યાં આવીને ધમકી આપી હતી કે જો તું બાથરૂમમાં ન આવ્યો તો તને મારી નાખીશ. હું મારા દાદાને કહેવા ગયો તો એમ કહ્યું કે તારા દાદાને પણ મારી નાખીશ. એ લેડીઝના બેક ફોટા પાડતા હતા અને જયારે હોય ત્યારે મારા પણ એવા ફોટા પાડી લે અને મારી ચડ્ડી ઉતારવાની પણ ટ્રાય કરી અને પ્રાઈવેટ પાર્ટમાં એક વાર ડંડો પણ માર્યો.”