2025 અત્યાર સુધી વૈશ્વિક બજારો માટે તોફાની રહ્યું છે. જ્યારે બીજી બધી આગાહીઓ નિરાશાજનક લાગે છે, ત્યારે બર્કશાયર હેથવેના સીઈઓ અને રોકાણકાર વોરેન બફેટ (ઉં.વ.94)એ આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં 1.9 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે. 14.18 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે તેઓ છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ દ્વારા ટ્રેક કરાયેલા તમામ 500 અબજોપતિઓમાં બફેટમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. આ વર્ષે ટોચના 15 અબજોપતિઓમાંથી માત્ર 4 જ તેમની સંપત્તિમાં વધારો કરી શક્યા. 2008 પછી, તેમણે ફરીથી બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. અનિશ્ચિતતાના આ સમયગાળામાં તેમણે ક્યાં રોકાણ કર્યું અને કઈ વ્યૂહરચના અપનાવી તે વિગતવાર જાણો… 1. વ્યૂહાત્મક રોકાણ: SP 500 ઇન્ડેક્સ તેના 2025ના શિખરથી લગભગ 8% ઘટ્યો છે. આમ છતાં, વોરેન બફેટના પોર્ટફોલિયોમાં 7 શેર એવા છે જે ઘટાડા વચ્ચે પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
બર્કશાયર હેથવે (+14%) BYD (+47%) ન્યૂ હોલ્ડિંગ્સ (+13%) એઓન (+11%) ટી-મોબાઇલ (+16%) વેરીસાઇન (+15%) કોકા-કોલા (+11%). (*2025માં વૃદ્ધિ) 2. રેકોર્ડ રોકડ અનામત: બફેટની કંપનીએ 28.87 લાખ કરોડ રૂપિયા રોકડ એકઠા કર્યા છે. ટેક જાયન્ટ્સ એપલ અને બેંક ઓફ અમેરિકાના શેરના વેચાણથી આ શક્ય બન્યું. આ અનામત એપલ, માઈક્રોસોફ્ટ, આલ્ફાબેટ, એમેઝોન અને એનવીડિયા કોર્પ જેવી મોટી ટેક કંપનીઓના અનામત કરતાં પણ મોટી છે. ૩. AIમાં વિશ્વાસ: બફેટે ઘણી મોટી કંપનીઓમાં રોકાણ કર્યું છે. જે AIથી પ્રભાવિત થઈ રહી છે. આમાંથી કોઈ પણ કંપની સંપૂર્ણપણે AI પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી. એટલે કે, AI કંપનીઓમાં સીધા રોકાણ કરવાને બદલે બફેટે એવા વ્યવસાયોમાં રોકાણ કર્યું છે, જે તેમની મોટાભાગની આવક અન્ય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરે છે, પરંતુ AI દ્વારા પણ પ્રભાવિત થઈ રહ્યા છે. આમાં એપલ અને એમેઝોનનો પણ સમાવેશ થાય છે. 4. વીમા વ્યવસાયમાં સુધારો: બર્કશાયરના વીમા વ્યવસાયના સુધારેલા પ્રદર્શને રેકોર્ડ નફામાં ફાળો આપ્યો. આનાથી ચોથું ક્વાર્ટર ઉત્તમ બન્યું અને રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો. મંદી અને ફુગાવાના દબાણના ભય વચ્ચે રોકાણકારોએ જોખમી ટેક શેરોથી પોતાને દૂર રાખ્યા. તેમણે બર્કશાયર જેવા સ્થિર શેરોમાં રોકાણ કર્યું. 5. જાપાનમાં હિસ્સો વધ્યો: બર્કશાયરનું ધ્યાન જાપાન પર વધ્યું છે. મિત્સુઇ, મિત્સુબિશી, મારુબેની, સુમિટોમો અને ઇટોચુમાં હિસ્સો વધીને રૂ. 2.03 લાખ કરોડ થયો છે. આ બધા જાપાનના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ખેલાડીઓ છે. 6. બાયબેક ઘટાડો: શેરની બાયબેક, જે બફેટની વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, તેમાં પણ 25,932 કરોડ રૂપિયાનો ઘટાડો થયો. તે જ સમયે વર્ષના બીજા ભાગમાં કોઈપણ પ્રકારનો બાયબેક થયો ન હતો. આના કારણે આ વર્ષે હેથવેના શેરમાં 16%નો વધારો થયો. 7. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય: બફેટે રોકડ અનામત રાખીને અસ્થિરતા દરમિયાન સલામત સ્થિતિ બનાવી. આનાથી અનિશ્ચિતતાનો સામનો કરવામાં મદદ મળી.