અમદાવાદમાં અત્યારસુધીની ગુજરાતની સૌથી મોટી સોનાની દાણચોરીની જપ્તી જોવા મળી. એની પાછળના અનેક મોટા ઘટસ્ફોટ આજના ભાસ્કર એક્સપ્લેનરમાં જણાવવામાં આવ્યા છે… અમદાવાદ શહેરના પાલડી વિસ્તારના એક બંધ એપાર્ટમેન્ટમાંથી 95.5 કિલોગ્રામ ઉચ્ચ શુદ્ધતાનું, દાણચોરી કરેલું સોનું, ₹60 લાખ રોકડ સહિત બીજી પણ અનેક વસ્તુઓ મળી આવી છે. જેની પાછળ પિતા-પુત્ર એવા સ્ટોક ટ્રેડર્સ મહેન્દ્ર અને મેઘ શાહ મુખ્ય વ્યક્તિઓ છે. ગુપ્ત ફાઇનાન્સર તરીકેના તેમના બેવડા જીવનનો હવે પર્દાફાશ થયો છે. શાહ પરિવારની ફ્લેટની દૈનિક મુલાકાતોને કારણે પાંચ દિવસની સઘન દેખરેખ પછી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દરોડા પાડ્યા હતા. દરોડામાં જે જોવા મળ્યું તે જોઈ અધિકારીઓના મોઢા પણ ખુલા રહી ગયા હશે. તપાસમાં સોનાનું વિદેશી મૂળ એક સોફેસ્ટિકેટેડ સ્મગલિંગ નેટવર્ક સૂચવે છે. તપાસમાં બહાર આવ્યું છે કે શાહ પરિવાર શેડો મીડલમેન તરીકે કાર્યરત હતા. ઔપચારિક દસ્તાવેજો વિના બિલ્ડરો અને સોનાના વેપારીઓને કરોડોની લોન આપતા હતા અને અનૌપચારિક સેટિંગ્સમાં વ્યવહારો કરતા હતા. આ એક વિશાળ, છૂપાયેલા નાણાકીય નેટવર્ક સૂચવે છે. જપ્તીનો જથ્થો મોટા ષડયંત્ર વિશે ચિંતા ઉભી કરે છે. અધિકારીઓ હવે “મોટી માછલી”, સંભવતઃ બિલ્ડર, ઉદ્યોગપતિ અથવા રાજકારણીની સંભવિત સંડોવણીની તપાસ કરી રહ્યા છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે, જેણે આ કામગીરીનું આયોજન કર્યું હતું. સમગ્ર બનાવમાં પ્રશ્નો હજુ પણ બાકી છે: સોનાનો ઉદ્ભવ ક્યાંથી થયો? દાણચોરી માટે કોણે નાણાં પૂરા પાડ્યા? નેટવર્ક કેટલું મોટું છે? અને શું જપ્ત કરાયેલ રકમ કુલ જથ્થાનો માત્ર એક ભાગ છે?
વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરી પૂરો વીડિયો જુઓ.
આ પણ વાંચો: મેઘ-મહેન્દ્ર શાહ સાથે સંકળાયેલા લોકો ભૂગર્ભમાં:આંગડિયા પેઢીના માલિકો ને IPS સાથે પિતા-પુત્રના સંબંધ, દુબઈના ક્રિકેટસટ્ટા સુધીનું કનેક્શન, બર્થ ડે પર 25000-25000ની ગિફ્ટ આપી હતી