યુજી અને પીજીની કોલેજોની ફી માટે વીએનએસજીયુએ એફઆરસી બનાવી છે. જેમાં ફી વધારવા પ્રપોઝલ અને નહીં વધારવા એફિડેવિટ કરવી પડશે. નિયત ફીથી વધુ લઈ શકશે નહીં, જોકે, આગામી દિવસમાં FRC મુદ્દે યુનિવર્સિટએ બેઠક બોલાવી છે. જે નિયમો તૈયાર કરાશે. કોમન યુનિવર્સિટી એક્ટ હેઠળ એપેક્ષ બોડી સિવાયના યુજી અને પીજીની ફી માટે ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવાની રહેશે. સાઉથ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસોસિએશને યુનિવર્સિટીને પત્ર લખી ફી વધારાની માંગ કરી હતી. સિન્ડિકેટે FRC માટે પ્રપોઝલ તૈયાર કરી હતી. પણ સેનેટ સભ્યોના વિરોધના પગલે રચના થઈ ન હતી. હવે કોમન યુનિવર્સિટી એક્ટ અમલ ફરજિયાત થતાં એફઆરસીની રચના કરી છે. કોલેજો પાસે 5 વર્ષની માહિતી મંગાવાઈ
કોલેજોનો નાણાકિય ઓડિટ રિપોર્ટ, નફો થયો કે પછી ખોટ? , ખોટ પૂરવા માટે શું કર્યું?, નફો થયો તો તેનો ઉપયોગ કયા કરાયો?, કયા ખર્ચા કર્યા? બિલ સહિતના દસ્તાવેજો, આવક કે ખર્ચમાં મોટા ફેરફારનું કારણ પ્રાઇવેટ યુનિ.ની ફી પર નિયંત્રણ નહીં
ગુજરાત સરકારે કોમન યુનિવર્સિટી એક્ટ સરકારી યુનિવર્સિટીઓ પર અમલી કર્યો છે એટલે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને લાગુ પડતો નથી. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પણ સરકારી યુનિવર્સિટીઓ પર અમલી કરી છે. સ્કૂલની જેમ જ કોલેજોની પ્રાથમિક ફીનો સ્લેબ નક્કી થશે
સ્કૂલોમાં જે પ્રમાણે 10 હજાર, 15 હજાર અને 25 હજારનો પ્રાથમિક ફીનો સ્લેબ બનાવાયો છે, તેવી જ રીતે કોલેજોની પ્રાથમિક ફીનો સ્લેબ તૈયાર કરવામાં આવશે. દરમિયાન કોઈ પણ કોલેજોને ફીમાં વધારો જોઇતો હોય તો તે માટે એફઆરસી પાસે જવું પડશે અને ત્યાં યોગ્ય પુરાવા સાથે પ્રપોઝલ કરવાની રહેશે.