back to top
Homeગુજરાત'રક્ષિતકાંડ' સમયે કારની સ્પીડ કેટલી હતી?:વોક્સવેગન કંપનીના ઓફિસરોએ કારનો ડેટા કલેક્ટ કરી...

‘રક્ષિતકાંડ’ સમયે કારની સ્પીડ કેટલી હતી?:વોક્સવેગન કંપનીના ઓફિસરોએ કારનો ડેટા કલેક્ટ કરી જર્મની મોકલ્યો, પોલીસે સતત 3 દિવસ કારનો પહેરો ભર્યો

વડોદરા શહેરમાં થયેલા ‘રક્ષિતકાંડ’માં પુરપાટ ઝડપે જઈ રહેલી કારે 8 લોકોને ઉલાળ્યા હતાં. આ ઘટનામાં વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈ ગયા છે. આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો છે. જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ અકસ્માત સમયે કારની સ્થિતિ અંગે માહિતી મળી શકશે. આ ડેટામાંથી અકસ્માતના ઘણા રહસ્યો ખુલશે. કારની સ્પીડ કેટલી હતી, એરબેગ ક્યારે ખુલી સહિતની વિગતો સામે આવી શકે છે. કારના ડેટાની તપાસમાં અનેક રહસ્યો ખુલશે
રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ઝડપે કર હંકારીને અકસ્માત કર્યો, એ સમયે કારની સ્પીડ શું હતી, કારની બ્રેક લગાવી હતી કે નહીં અને એર બેગ ક્યારે ખુલી, તે તમામ વાતો કારની ચિપમાં છે. વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા એડ વિસ્તારમાં આવેલ વોક્સ વેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેશન કર્યું હતું અને કારનો તમામ ડેટા તેઓ લઈ ગયા છે. તેઓએ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો છે. જર્મની ખાતે આ ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે અને આ ડેટાનુ એનાલિસિસ કર્યા બાદ કંપની દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ વડોદરા પોલીસને આપવામાં આવશે અને પોલીસના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. કારના ECUમાં સ્ટોર થાય છે ઈલેક્ટ્રિક પાર્ટસના ડેટા
રક્ષિત ચૌરસિયાએ જે કારથી અકસ્માત કર્યો, એ કારનો ડાયગ્નોસીસ રિપોર્ટ મેળવવા પોલીસ કુરચો વળી ગયેલી કારને વોક્સ વેગન કંપનીમાં મોકલી આપી હતી. કારમાં ECU (ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ) હોય છે. જેમાં કારના દરેક ઇલેક્ટ્રીકલ પાર્ટસના ડેટા સ્ટોર થતા હોય છે. ડેટા સ્ટોર કરવા માટે એક ઇલેક્ટ્રીકલ મોડ્યુલ હોય છે. એરબેગનું ક્રેપ સેન્સર હોય છે. જેનો ડેટા ECUમાં રેકોર્ડ થતો હોય છે. આ ડેટા મેળવવાનો ઍક્સેસ ડીલરશીપ લેવલથી મેળવવો શક્ય નથી હતો. આ ડેટા મેળવવાનો ઍક્સેસ મેન્યુફેચરીંગ પ્લાન્ટ પાસે હોય છે. જેથી કારને કંપનીમાં મોકલવામાં આવી હતી. કારનો FSL રિપોર્ટ પણ આવવાનો બાકી
એક તરફ કારનું એફએસએલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જો કે એફએસએલનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. આ દરમિયાન કારેલીબાગ પોલીસ દ્વારા વોક્સવેગન કંપનીમાં એક લેટર લખવામાં આવ્યો હતો, જેના આધારે પુણે સ્થિત વોક્સવેગન કંપનીના પ્લાન્ટના ઓફિસરોએ શો રૂમની મુલાકાત લઈને કારનો ડેટા કલેક્ટ કર્યો હતો. વડોદરા પોલીસે સતત 3 દિવસ કારનો પહેરો ભર્યો
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી કારને સોમવારે વડોદરાના નવા યાર્ડ ખાતે આવેલ વોક્સ વેગન કંપનીના શો રૂમ ખાતે મોકલવામાં આવી હતી. જ્યાં સતત ત્રણ દિવસ સુધી 3 શિફ્ટમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ પહેરો ભર્યો હતો અને કારને સુરક્ષા કરી હતી. ત્રણ દિવસ બાદ ફરી કારને શો રૂમમાંથી કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે. મકાન માલિક સામે જાહેરનામા ભાગનો ગુનો દાખલ કરાયો
આરોપી રક્ષિત રવિશ ચૌરસિયા નિઝામપુરા સ્થિત ગાયત્રી એપાર્ટમેન્ટ ખાતે 303 નંબરના ઘરમાં ભાડેથી રહેતો હતો, જે અંગે મકાન માલિક પાસેથી ભાડા કરાર અને મકાન ભાડે આપ્યું છે. જે અંગે સ્થાનિક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે કેમ? તે અંગે કારેલીબાગ પોલીસે ખાત્રી કરતા ભાડા કરાર તથા પોલીસ સ્ટેશનમાં જાણ કરી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મકાન માલિકનું નામ અશ્વિન રામન નારાયણ (રહે. મહારાષ્ટ્ર) સામે જાહેરનામા ભાગનો ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત રક્ષિતકાંડમાં 5 જેટલા સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. હોળીની રાત્રે બેફામ ડ્રાઈવીંગ કરી 8 લોકોને ઉડાડ્યા, એકનું મોત
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચોઃ વડોદરા ‘રક્ષિતકાંડના Another Round’નું રહસ્ય ખૂલ્યું વારાણસીના વૈભવી ફ્લેટમાં રહે છે રક્ષિત ચૌરસિયાનો પરિવાર
13 માર્ચે હોળીની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે બેફામ સ્પીડે કાર ચલાવી રક્ષિત ચૌરસિયાએ આઠ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા. કારચલાવનાર રક્ષિત ચૌરસિયા સામે પોલીસે સાપરધા મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ FIRમાં રક્ષિતના મૂળ એડ્રેસનો ઉલ્લેખ ન કરાયો હોવાની વિગતો પણ સામે આવી હતી. જો કે, રક્ષિતનો પરિવાર વારાણસીમાં આવેલી ઈમલોક કોલોનીમાં વૈભવી ફ્લેટમાં રહેતો હોવાની વિગતો મળી આવી છે.આ ઘટના બન્યા બાદ તેનો ફ્લેટ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. પાડોશીઓના મતે રક્ષિતનો પરિવાર 6 દિવસથી વડોદરા ગયો છે. જો કે, વડોદરામાં હજી તેના પરિવારજનો રક્ષિત મળ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. રક્ષિત હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.(સંપૂર્ણ સમાચાર વાંચો)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments