back to top
Homeમનોરંજનસટ્ટા એપમાં સેલેબ્સ સલવાયા!:રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવરાકોંડા સહિત 25 સ્ટાર્સ...

સટ્ટા એપમાં સેલેબ્સ સલવાયા!:રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવરાકોંડા સહિત 25 સ્ટાર્સ સામે FIR,લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ

તેલંગાણા પોલીસે ગેરકાયદે સટ્ટા એપને પ્રમોટ કરવા બદલ 25 સેલેબ્સ અને ઇન્ફલુએન્સર સામે FIR નોંધી છે. આમાં રાણા દગ્ગુબાતી, વિજય દેવરાકોંડા, પ્રકાશ રાજ, મંચુ લક્ષ્મી અને નિધિ અગ્રવાલ જેવા સ્ટાર્સના નામ સામેલ છે. 25 સેલેબ્સમાં સાઉથ સુપરસ્ટાર્સના નામ પણ સામેલ
ANIના અહેવાલ મુજબ, સાયબરાબાદના મિયાપુર પોલીસે 32 વર્ષીય બિઝનેસમેન ફણીન્દ્ર શર્માની ફરિયાદ બાદ કેસ નોંધ્યો છે. તેણે તમામ સેલેબ્સ પર સટ્ટાબાજીની એપ્સને પ્રમોટ કરવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. એવો આરોપ છે કે આ રીતે સટ્ટા એપને પ્રોમોટ કરવું એ જુગાર ઉપકરણો અધિનિયમ 1962ની વિરુદ્ધ છે. જે 25 સેલેબ્સ સામે કેસ નોંધાયો છે, તેમાં 6 સાઉથ સિનેમાના સુપરસ્ટાર્સ છે. અહેવાલ મુજબ, પોલીસે આ પ્લેટફોર્મ્સ પર મોટી કાર્યવાહી કરીને નાણાકીય નેટવર્ક્સની તપાસ શરૂ કરી છે અને કથિત રેકેટમાં સેલેબ્સની સંડોવણી અંગે પણ રિપોર્ટ તૈયાર કરી રહી છે. ફરિયાદી ફણીન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, 16 માર્ચ, 2025ના રોજ તેને કેટલાક યુવાનો પાસેથી આ મુદ્દાની જાણ થઈ હતી. તેણે એવો પણ દાવો કર્યો કે ફેમસ સેલેબ્સથી પ્રભાવિત થઈ ઘણા લોકોએ સટ્ટાબાજી એપ્લિકેશ પર તેમના મહેનતના પૈસા ગુમાવ્યા છે. શર્માએ કહ્યું કે- હું પણ આવા જ એક પ્લેટફોર્મમાં રોકાણ કરવાનો હતો પરંતુ પરિવાર તરફથી વોર્નિંગ મળતા મેં વિચાર બદલી નાખ્યો. અગાઉ પણ 11 ફિલ્મી હસ્તીઓ સલવાઈ હતી
થોડા દિવસો પહેલા જ, પંજાગુટ્ટા પોલીસે 11 ફિલ્મી હસ્તીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સામે કેસ નોંધ્યા હતા, જેમાં કિરણ ગૌર, વિષ્ણુ પ્રિયા, શ્યામલા, ઇમરાન ખાન, રીતુ ચૌધરી, હર્ષ સાઈ, ટેસ્ટી તેજા અને બંડારૂ શેષાયની સુપ્રીતાનો સમાવેશ થાય છે. તેમની સામે BNSની કલમ 318 (4), 3, 3 (A), 66 D ITA (આવકવેરા અધિનિયમ) એક્ટ-2008 અને તેલંગાણા ગેમિંગ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેટલીક હસ્તીઓએ માફી માગી, પોતાની સંડોવણી સ્વીકારી
વધતી જતી તપાસ વચ્ચે, સુરેખા વાણી, સુપ્રીતા, રીતુ ચૌધરી અને ગેટઅપ શ્રીનુ સહિત અનેક તેલુગુ ટીવી હસ્તીઓએ જાહેરમાં માફી માગી છે અને પોતાની સંડોવણીનો સ્વીકાર કર્યો છે. તે લોકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે તે સમયે તેમને નકારાત્મક પરિણામોની અંગે કોઈ જાણકારી નહોતી. 2024માં સંજય દત્ત અને તમન્ના ભાટિયા પણ ફસાયા હતા
વર્ષ 2024ની શરૂઆતમાં મહારાષ્ટ્ર સાયબર સેલે સંજય દત્ત અને તમન્ના ભાટિયાને સમન્સ મોકલ્યું હતું. આ કેસ 2023માં મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત ફેરપ્લે એપ્લિકેશન પર IPL મેચ જોવાના પ્રમોશન સાથે સંબંધિત હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments