સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. ફિલ્મ ‘સિકંદર’ 28 માર્ચે થિયેટર્સમાં રિલીઝ થશે. દરમિયાન, ફિલ્મની રજૂઆત પહેલાં, ડિરેક્ટર એ. આર. મુરુગાદોસે સેટ પર સુરક્ષા સાથે કામ કરવા વિશે વાત કરી. ડિરેક્ટરે સલમાનની સુરક્ષા વિશે વાત કરી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં, ડિરેક્ટર એ. આર. મુરુગાદોસે ફિલ્મની શૂટિંગ પ્રક્રિયા વિશે વાત કરી. તેણે કહ્યું કે ફિલ્મના સેટ પર એક્ટરની સુરક્ષા પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું હતું. શૂટિંગ દરમિયાન હંમેશા હાઇ સિક્યોરિટી રહેતી હતી. સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો એ. આર. મુરુગાદોસ અને સલમાન ખાને પહેલી વાર સાથે કામ કર્યું છે. ડિરેક્ટરે સલમાન સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, ‘સલમાન સર બિલકુલ અલગ છે.’ અમારે ઘણીવાર સેટ પર 10,000 થી 20,000 લોકો સાથે દૃશ્યો શૂટ કરવા પડતા હતા. આટલી મોટી ભીડને નિયંત્રિત કરવા માટે હાઇ સિક્યોરિટી અને કો-ઓર્ડિનેશનની જરૂર હતી. અમારું શેડ્યૂલ ખૂબ જ મુશ્કેલ હતું. ધમકીઓના ડરને કારણે, અમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડ્યું. ‘અમારી બાયોલોજિકલ સાયકલ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.’ ડિરેક્ટરે આગળ કહ્યું, ‘ધમકીઓના ડરને કારણે, સિક્યોરિટી ઘણી કડક કરવામાં આવી હતી.’ સેટ પર હાજર બધા લોકો અને કલાકારોની તપાસ કરવામાં આવતી. દરેકને ચેક કરવામાં દરરોજ 2 થી 3 કલાક લાગતા હતા. તેમના આવવા-જવાની વ્યવસ્થામાં જ અમારો આખો દિવસ પસાર થઈ જતો હતો. અમે ઘણીવાર શૂટિંગ મોડા શરૂ કરતા અને વહેલી સવારે પૂરું કરતા. અમારી બોયોલોજિકલ સાયકલ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પરંતુ એકવાર અમે અનુકૂલન સાધી લીધા પછી, તે એક રૂટિન બની ગયું અને સેટ પર ઘણી પોઝિટિવ એનર્જી રહેતી. સલમાન ખાનને ઘણી ધમકીઓ મળી છે સલમાન ખાનને ઘણા સમયથી ઘણી ધમકીઓ મળી રહી હતી. જેના કારણે તેમની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગયા વર્ષે 5 નવેમ્બરના રોજ, મુંબઈ પોલીસને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાન વિરુદ્ધ ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે- ‘કાં તો અભિનેતાએ માફી માંગવી પડશે અથવા જીવિત રહેવા માટે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.’ ઘણી તમિલ અને હિન્દી ફિલ્મોનું ડિરેક્ટ કરી ચૂક્યા છે એ.આર. મુરુગાદોસ એ. આર. મુરુગાદોસ ‘ગજની’, ‘થુપ્પક્કી’, ‘હોલીડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી’ અને ‘સરકાર’ જેવી તમિલ અને હિન્દી ફિલ્મોના ડિરેક્શન માટે જાણીતા છે. ફિલ્મ ‘સિકંદર’માં સલમાન ઉપરાંત કાજલ અગ્રવાલ અને રશ્મિકા મંદાના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા જાહેર કરવામાં આવી નથી. ‘સિકંદર’નું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે.