back to top
Homeસ્પોર્ટ્સ6 મહિનાનું અફેર, 18 મહિનાના લગ્ન, રૂ. 4.75 કરોડમાં સેટલમેન્ટ:ચહલ-ધનશ્રીનો 6 મહિનાનો...

6 મહિનાનું અફેર, 18 મહિનાના લગ્ન, રૂ. 4.75 કરોડમાં સેટલમેન્ટ:ચહલ-ધનશ્રીનો 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ઘટાડી આજે ફાઈનલી ડિવોર્સ જાહેર, હવે ક્રિકેટર IPL શાંતિથી રમી શકશે

યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. યુઝવેન્દ્ર અને ધનશ્રી મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર હતાં. યુઝવેન્દ્રના વકીલ નીતિન ગુપ્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. બુધવારે ચહલની અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈ હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે પોતાનો ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે ચહલ 21 માર્ચથી ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તેને IPLમાં ભાગ લેવાનો છે. બાર એન્ડ બેન્ચની વેબસાઇટ અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ પણ માફ કરી દીધો છે. આ આદેશ આપતી વખતે, હાઈકોર્ટે કહ્યું હતું કે ‘તે બંને છેલ્લાં અઢી વર્ષથી અલગ રહે છે અને 4.75 કરોડ રૂપિયાના સમાધાન માટે પણ વાતચીત થઈ છે.’ ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી, જોકે ચહલ અને ધનશ્રી તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માનાં લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયાં હતાં ચહલની અરજી શું હતી?
યુઝવેન્દ્ર ચહલે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેણે ધનશ્રીને સમાધાનની અડધી રકમ આપી દીધી છે. તેથી તેમનો 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવો જોઈએ, જેને હવે હાઇકોર્ટે સ્વીકારી લીધો છે. કૂલિંગ પિરિયડનો અર્થ એ છે કે છૂટાછેડાની અરજી પછી પતિ-પત્નીને 6 મહિના માટે થોડા સમય સાથે રહેવાનો આદેશ આપવામાં આવે છે, જેમાં બંને પક્ષોને છૂટાછેડા વિશે ફરીથી વિચારવાનો સમય આપવામાં આવે છે. ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર છે
ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર અને એક ઉત્તમ ડાંસર છે. તે ખૂબ જ ગ્લેમરસ પણ છે. ધનશ્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો અને ફોટા શેર કરે છે. તે ટીવીના લોકપ્રિય ડાન્સ શો ઝલક દિખલા જામાં પણ જોવા મળી છે. ઝલક દિખલા જા-11 શોમાં લવસ્ટોરી સંભળાવી હતી
ઝલક દિખલા જા-11ના એક એપિસોડ દરમિયાન ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ સાથેની પોતાની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો. તેણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ચહલે નૃત્ય શીખવા માટે તેનો સંપર્ક કેવી રીતે કર્યો હતો. આ પછી ધનશ્રી તેને નૃત્ય શીખવવા માટે સંમત થઈ ગઈ. બાદમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. ધનશ્રીએ 2023માં ચહલનું નામ હટાવી દીધું
વર્ષ 2023માં યુઝવેન્દ્ર ચહલે તેના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી, જેમાં તેણે લખ્યું, એક નવું જીવન આવી રહ્યું છે. આ પછી અભિનેત્રી ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ યુઝર નામમાંથી ચહલ અટક દૂર કરી દીધી. આ પછી તેમના છૂટાછેડાની અફવાઓ તેજ થઈ ગઈ, જોકે બાદમાં ક્રિકેટરે છૂટાછેડાના અહેવાલોને અફવા ગણાવી. યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયામાંથી બહાર
યુઝવેન્દ્ર ચહલ હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. તે 2024માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તેણે ભારત માટે છેલ્લી વન-ડે જાન્યુઆરી 2023માં રમી હતી, જ્યારે તેની છેલ્લી T20 ઓગસ્ટ 2023માં રમી હતી. આ પછી પણ IPL 2025ની હરાજીમાં પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તમારી ફેવરિટ IPL ટીમની સ્ટ્રેન્થ-વીકનેસ જાણો:સ્પિનર્સ ચેન્નઈની તાકાત, હૈદરાબાદનો બેટિંગ ઓર્ડર એકદમ દમદાર, કોલકાતામાં વર્લ્ડ ક્લાસ ફિનિશર્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થશે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટાઇટલ બચાવવાનો પ્રયાસ કરશે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બંને તેમના છઠ્ઠા ટાઇટલ માટે પ્રયત્નશીલ છે. લખનઉ, પંજાબ, દિલ્હી અને બેંગલુરુ પોતાના પહેલા ટાઇટલ પર નજર રાખશે. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments