ગુજરાત રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્વોને સીધા દોર કરવાનું અભિયાન હવે વેગવાન બની રહ્યું છે, નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને LCB કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસવડા દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યા હતા. જેમાં ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પુરુષ આરોપીઓને કાન પકડાવી ઊઠકબેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી.. ‘કા ગુનેગારી છોડો કા ગુજરાત છોડો’
દારૂ જુગાર મારામારી ખંડણી વ્યાજખોરિ જેવા અનેક ગુનાઓમાં સંડાયેલા 132 જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે, તેવા તમામને નવસારી LCB કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા સાથે જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા કા ગુનેગારી છોડો કા ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવા હાકલ કરી છે, રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે, આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલાં લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસની મુહિમ હવે જિલ્લા કક્ષાએ પહોંચી
અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં મારામારી કરતા તત્વોએ જાહેરમાં મારામારી અને તોડફોડ કરી સમાજના લોકોને ભાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આવા સામાજિક તત્વોને સીધા કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. પોલીસ દ્વારા શરૂ થયેલી આ મુહિમ હવે જિલ્લા કક્ષાએ પણ પહોંચી છે, નવસારી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં સડોવાયેલા આરોપીઓનું એક લિસ્ટ બનાવ્યું છે, જેમાં તમામને ભેગા કરી સમજણ કરવામાં આવી છે. મહિલાઓને રોજગારની તકો અપાશે: SP
નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ જણાવે છે કે, આજે નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડાયેલા આરોપીઓને એલસીબી કચેરી ખાતે પરેડ કરવામાં આવી હતી. જેમાં તેમને પૂછપરછ કરી કાયદામાં રહેવા માટે સમજ કરવામાં આવી છે, આવા આરોપીઓ જો કાયદામાં ન રહેતો તેમના વિરુદ્ધ પગલા લઈને જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ અલગ અલગ ગુનામાં સંડોવાયેલી મહિલાઓને સમાજમાં ફરિવાર મુખ્ય ધારામાં જીવન જીવે તે માટે જો પોલીસનો સંપર્ક કરવામાં આવશે. તો તેવી મહિલા માટે રોજગારની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.