ગુરુવારે સિંગર અમાલ મલિકે એક લાંબી પોસ્ટ શેર કરી અને ખુલાસો કર્યો કે તે ક્લિનિકલ ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે. તેણે પોતાની હતાશા માટે પોતાના પરિવારને દોષી ઠેરવ્યો અને કહ્યું કે- તે તેની સાથેના સંબંધો તોડી રહ્યો છે. તેનું નિવેદન વાઈરલ થયું, પરંતુ થોડા કલાકો પછી તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી અને પોતાનું નિવેદન બદલી નાખ્યું. હવે સિંગર કહી રહ્યો છે કે- હું અને મારો ભાઈ અરમાન મલિક એક છીએ. તેણે મીડિયાને પણ અપીલ કરી છે કે તે તેમના પરિવાર વિશે નકારાત્મક વાતો ન કરે. અમાલ મલિકે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે- તેમના પરિવારે તેને માનસિક અને આર્થિક રીતે તોડી નાખ્યા છે. જોકે, થોડા કલાકો પછી, તેણે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શન પર લખ્યું- તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર, તે મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. પરંતુ હું મીડિયાને વિનંતી કરીશ કે મારા પરિવારને હેરાન ન કરે. મારા પ્રિય લોકો માટે સનસનાટીભર્યા અને નકારાત્મક હેડલાઇન્સ ન લખે. આ એક વિનંતી છે, મારા માટે તેના વિશે વાત કરવી મુશ્કેલ હતી અને હું હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છું. હું હંમેશા મારા પરિવારને પ્રેમ કરીશ, પણ હવે દૂરથી. બે ભાઈઓ વચ્ચેના સંબંધમાં કંઈ બદલશે નહીં. અરમાન અને હું એક છીએ અને અમારી વચ્ચે કંઈ બદલાશે નહીં. ‘હું ક્લિનિકલી ડિપ્રેશનમાં છું….’
20 માર્ચે, અમલ મલિકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે લખ્યું હતું- ‘હું હવે એવા તબક્કામાં આવી ગયો છું જ્યાં હું મારું દુઃખ છુપાવી શકતો નથી. લોકોને સુરક્ષિત જીવન આપવા માટે હું દિવસ-રાત સખત મહેનત કરું છું. મેં મારા દરેક સપનાને પાછળ છોડ્યા છતાં લોકો મારી સાથે ખરાબ વર્તન કરે છે અને પૂછે છે કે મેં શું કર્યું છે? સિંગરે આગળ લખ્યું, ‘છેલ્લા વર્ષોમાં રિલીઝ થયેલા 126 ગીતો માટે મેં મારું લોહી, પરસેવો અને આંસુ આપ્યાં. વર્ષોથી, તેણે મારા સ્વાસ્થ્ય, મારા આત્મવિશ્વાસ, મારી મિત્રતા અને મારા સંબંધોમાં સમસ્યાઓ ઉભી કરવામાં કોઈ કસર છોડી નથી. પણ હું બધું ભૂલી આગળ વધતો ગયો કારણ કે મને ખબર હતી કે હું શું શકું છું. ‘આજે હું જ્યાં છું, મારી શાંતિ છીનવાઈ ગઈ છે, હું ભાવનાત્મક રીતે થાકી ગયો છું, કદાચ આર્થિક રીતે પણ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. સૌથી મહત્વની વાત એ છે કે હું ક્લિનિકલી ડિપ્રેશનમાં છું કારણ કે મારા જીવનમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. હા, હું મારા કાર્યો માટે મારી જાતને દોષી ઠેરવી શકું છું, પરંતુ હું જેને પ્રેમ કરું છું તેના કાર્યોથી મારા આત્મસન્માનને ઘણીવાર નુકસાન થયું છે. તેણે મારો આત્માવિશ્વાસ છીનવી લીધો છે. પરિવાર સાથેના સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી
પોસ્ટમાં આગળ, અમાલ મલિકે તેના પરિવાર સાથેના સંબંધો સમાપ્ત કરવાની પણ વાત કરી. તેમણે લખ્યું હતું કે, ‘આજે હું ભારે હૃદયથી જાહેરાત કરી રહ્યો છું કે હું આ અંગત સંબંધોથી દૂર જઈ રહ્યો છું. હવેથી મારા પરિવાર સાથેની મારી વાતચીત સંપૂર્ણપણે પ્રોફેશનલ રહેશે. આ ગુસ્સામાં લેવાયેલો નિર્ણય નથી પણ મારા જીવનને સુધારવા અને મારા જીવનને પાછું મેળવવા માટે લેવાયેલો નિર્ણય છે. હું મારા ભૂતકાળને મારું ભવિષ્ય છીનવી લેવા નહીં દઉં. હું મારા જીવનને પ્રામાણિકતા અને શક્તિ સાથે ફરીથી બનાવવા માટે પ્રતિબદ્ધ છું. ‘આ અમારા પરિવાર વચ્ચેનો મામલો છે, ધ્યાન ના આપો’
અમાલનું નિવેદન બહાર આવ્યા પછી, તેની માતા જ્યોતિ મલિકે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, મને લાગે છે કે મીડિયાને આમાં પડવાની જરૂર નથી. આ અમારા પરિવારનો આંતરિક મામલો છે, મીડિયાએ તેના પર કોઈ ધ્યાન આપવું જોઈએ નહીં. અમાલ મલિક ગાયક અરમાન મલિકનો નાનો ભાઈ છે. તેમના પિતા ડબ્બુ મલિક પણ એક લોકપ્રિય ગાયક રહ્યા છે. અમાલે ફિલ્મ “હીરો” ના “ઓ ખુદા” જેવા ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેમને ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ના ગીતો “આશિક સરેન્ડર હુઆ” અને ફિલ્મ “રોય”ના ગીત “સૂરજ દુબા હૈ” માટે “કમ્પોઝર ઓફ ધ યર” એવોર્ડ મળ્યો છે. તેણે સલમાન ખાનના ‘જય હો’ અને ‘ખુબસુરત’ માટે પણ મ્યૂઝિક આપ્યું છે.