back to top
Homeગુજરાતઆરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે આજે પણ બાંયો ચઢાવી:આરોગ્ય મંત્રીની ચેતવણી બાદ પણ...

આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે આજે પણ બાંયો ચઢાવી:આરોગ્ય મંત્રીની ચેતવણી બાદ પણ રામકથા મેદાનમાં ભેગા થયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની માંગો છેલ્લાં ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતાં સરકાર સામે બાંયો ચઢાવી છે. ગુરુવારે (તા. 20/03/2025)ના રોજ વિધાનસભાનો ઘેરાવો કરવા જતાં 500થી વધુ કર્મચારીઓની અટકાયત કરી હતી. જોકે, આજે ફરીથી મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ રામકથા મેદાનમાં ભેગા થતાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મળતી માહિતી મુજબ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાંચથી છ કર્મચારીઓ વિધાનસભા ખાતે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. મોડી સાંજે ઘ-4ના ગાર્ડનમાં મિટિંગ કરી
17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરેલા આરોગ્ય કર્મચારીઓ ગુરુવારે (તા. 20/03/2025)ના રોજ ગાંધીનગરમાં CMને મળવા પહોંચ્યા હતા. જોકે, કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે એ પહેલાં ડામી દેવા માટે પોલીસે 500થી વધુ લોકોની અટકાયત કરી મંગોડી, ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર અને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમને મોડી સાંજે છોડતાં મોટી સંખ્યામાં તેઓ ફરી ઘ-4ના ગાર્ડનમાં એકઠા થયા હતા અને આજે ફરી આંદોલન કરવાનું નક્કી કર્યું હતું. સરકાર દ્વારા ‘એસ્મા’ એક્ટ લાગુ કરાયો
આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કરાય છે. આ અંગે ગુરુવારે આરોગ્ય મંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલાં લેશે. આરોગ્ય કર્મચારીઓની માગણીઓ
મુખ્ય માગણીઓમાં MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર
આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ કોઇ નિકાલ ન આવતાં સરકારને 1લી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments