back to top
Homeમનોરંજન'આલિયા ભટ્ટ તો મારી બીજી પત્ની છે':રણબીર કપૂરે પહેલાં લગ્નનું રહસ્ય ખોલ્યું,...

‘આલિયા ભટ્ટ તો મારી બીજી પત્ની છે’:રણબીર કપૂરે પહેલાં લગ્નનું રહસ્ય ખોલ્યું, કિસ્સો સંભળાવી બધાને ચોંકાવી દીધા

બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ફિલ્મ જગતમાં સૌથી ક્યૂટ કપલ માનવામાં આવે છે. રણબીર-આલિયાના લગ્ન વર્ષ 2022માં થયા હતા. લગ્ન પછી બંનેએ સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવ’ પણ આપી. આ ફિલ્મમાં રણબીર અને આલિયાએ ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો હતો. હવે રણબીર કપૂરે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં રણબીરે જણાવ્યું હતું કે- આલિયા ભટ્ટ તો તેની બીજી પત્ની છે. આલિયા પહેલા પણ તેના લગ્ન થઈ ચૂક્યા છે. જોકે, રણબીરે એમ પણ કહ્યું કે- તે હજુ સુધી તેની પહેલી પત્નીને મળ્યો નથી પરંતુ તેને જલ્દી મળવા માગે છે. રણબીરે પોતાના બીજા લગ્ન વિશે ખુલાસો કર્યો
મેશેબલ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં, રણબીરે પોતે આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે આલિયા ભટ્ટ તેની બીજી પત્ની છે. રણબીરે કહ્યું- હું તેને પાગલપન નહીં કહું, પણ આ ઘણા સમય પહેલા થયું હતું. જ્યારે હું મારી કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હતો, ત્યારે એક છોકરી મારા ઘરે આવી. એટલું જ નહીં, છોકરી પોતાની સાથે પૂજારી અને લગ્નનો સામાન પણ લાવી હતી. છોકરીએ મારા ઘરના ગેટ પાસે મારી સાથે લગ્ન કર્યા. જોકે હું તે સમયે ઘરે નહોતો. હું બહાર ગયો અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે ગાર્ડે મને આખો કિસ્સો સંભળાવ્યો. મેં એ પણ જોયું કે ઘરના દરવાજા પર તિલક લાગેલું હતું અને ફૂલો ચારે બાજુ વિખેરાયેલા હતા. તો આ પ્રમાણે, તે છોકરી મારી પહેલી પત્ની અને આલિયા ભટ્ટ મારી બીજી પત્ની છે. જોકે હું તે છોકરીને ક્યારેય મળ્યો નથી પણ જલ્દી મળવા માગુ છું. લગ્નના 6 મહિના પછી જ દીકરીનો જન્મ થયો હતો
રણબીર અને આલિયા ભટ્ટ ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાથે કામ કરી રહ્યા છે અને મિત્રો પણ છે. પરંતુ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા વચ્ચેની મિત્રતા ગાઢ બની અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. બંને થોડા સમય માટે રિલેશનશિપમાં હતા અને બાદમાં 2022માં લગ્ન કરી લીધા. લગ્નના 6 મહિના પછી જ તેમને એક પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. હાલ રણબીર અને આલિયા બંને ફિલ્મ જગતના સુપરહિટ કપલ છે. ફરી બંને ઓનસ્ક્રીન રોમાન્સ કરશે!
‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ બાદ આલિયા અને રણબીરની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળશે. આ બંને સ્ટાર્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે. આ બંનેની સાથે, વિક્કી કૌશલ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. રણબીર કપૂર અગાઉ ‘એનિમલ’માં જોવા મળ્યો હતો. જ્યારે આલિયા ભટ્ટે ‘જિગરા’માં કામ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments