back to top
Homeબિઝનેસએર ઇન્ડિયા 40 વાઇડ-બોડી વિમાન ખરીદશે:બોઇંગ-એરબસ સાથે વાતચીત; 2023માં 470 વિમાનોનો ઓર્ડર...

એર ઇન્ડિયા 40 વાઇડ-બોડી વિમાન ખરીદશે:બોઇંગ-એરબસ સાથે વાતચીત; 2023માં 470 વિમાનોનો ઓર્ડર આપ્યો હતો

એર ઇન્ડિયા 30થી 40 વાઈડ બોડી એરક્રાફ્ટ ખરીદવા માટે બોઇંગ અને એરબસ સાથે વાતચીત કરી રહી છે. આ સોદો 50થી વધુ વિમાનો માટે પણ હોઈ શકે છે. આમાં એરબસ A350 અને બોઇંગ 777x મોડેલનો સમાવેશ થાય છે. આ ડિલ એર ઇન્ડિયાના આધુનિકીકરણ યોજનાને મજબૂત બનાવશે. અહેવાલો અનુસાર, ડિલનું અંતિમ માળખું જૂનમાં પેરિસ એર શો દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. એર ઇન્ડિયાએ 2023માં 470 વિમાનોનો ઓર્ડર આપી દીધો છે. આ ઉપરાંત, ગયા વર્ષે 100 એરબસ વિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે, આમાંના મોટાભાગના સિંગલ-એઇસલ એરક્રાફ્ટ હતા. નવી ડિલ વાઈડ બોડી એરક્રાફ્ટ માટે હશે. એરલાઇને ₹6 લાખ કરોડમાં 470 વિમાનોનો ઓર્ડર આપ્યો એર ઇન્ડિયાએ બે વર્ષ પહેલાં એરબસ અને બોઇંગ પાસેથી 470 વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સનના મતે, આ ડિલનું મૂલ્ય $70 બિલિયન (લગભગ ₹6 લાખ કરોડ) છે. આ ડિલ હેઠળ, એર ઇન્ડિયાને એરબસ પાસેથી 250 વિમાન અને બોઇંગ પાસેથી 220 વિમાન મળશે. એરબસ સાથેની ડિલ હેઠળ, 40 વાઇડ બોડી A350 એરક્રાફ્ટ અને 210 નેરોબોડી સિંગલ-આઈસલ A320 નિયોસ એરક્રાફ્ટ મેળવવાના હતા. જ્યારે, બોઇંગ સાથેની ડિલ $34 બિલિયન (લગભગ રૂ. 2.9 લાખ કરોડ)નો છે. આ અંતર્ગત એર ઇન્ડિયાને 190 B737 મેક્સ એરક્રાફ્ટ, 20 B787 એરક્રાફ્ટ અને 10 B777x એરક્રાફ્ટ મળવા જઈ રહ્યા છે. એર ઇન્ડિયા 27 જાન્યુઆરી, 2022થી ખાનગી બની સરકારી કંપની એર ઇન્ડિયા 27 જાન્યુઆરી, 2022થી ખાનગી બની. ટાટાએ તેને 18,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું. આંતરરાષ્ટ્રીય રૂટ પર એર ઇન્ડિયાની 59 નોન-સ્ટોપ ફ્લાઇટ્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments