ખંભાતના અખાતીય વિસ્તારમાં દરિયાઈ ભરતીને કારણે મોટા પ્રમાણમાં જમીન ધોવાણની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પૌરાણિક અને નવાબી નગરી તરીકે જાણીતા ખંભાતમાં એક સમયે 72 દેશના વાવટા ફરકતા હતા અને તે વિશ્વનું મહત્વપૂર્ણ બંદર હતું. 40 વર્ષ બાદ ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે દરિયો
અગાઉ દરિયો ખંભાત શહેરની નજીક હતો, પરંતુ કેટલાક કારણોસર ખંભાતના અખાતમાં કાપ આવવાથી દરિયો 7-8 કિલોમીટર દૂર ખસી ગયો હતો. હવે 40 વર્ષ બાદ ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરી ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે. દરિયો હવે ખંભાત શહેરથી માત્ર 700-800 મીટર દૂર
વર્તમાન સમયમાં ભરતી-ઓટને કારણે ખંભાતના દરિયાકાંઠે મોટા પ્રમાણમાં માટીની ભેખડો ધસી રહી છે. દરિયા કિનારે બનાવવામાં આવેલા પ્લેટફોર્મથી દરિયો હવે માત્ર 700-800 મીટર દૂર રહી ગયો છે.
70થી વધુ ગામોની દરિયા કિનારાની જમીન કોતરોમાં ફેરવાઈ ગઈ
તાજેતરમાં કરવામાં આવેલા જીયોલોજીકલ સર્વે મુજબ, મહી નદીના ધોવાણથી 18 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું છે. આ ઉપરાંત, ખંભાત તાલુકાના 70થી વધુ ગામોની દરિયા કિનારાની જમીન કોતરોમાં ફેરવાઈ ગઈ છે. જો આ રીતે જમીન ધોવાણ ચાલુ રહેશે તો ભવિષ્યમાં દરિયો ક્યાં સુધી આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે.