back to top
Homeગુજરાતગુજરાતભરના RTO ટ્રેક સતત બીજા દિવસે બંધ:રાજકોટના 800 અને વડોદરાના 450થી વધુ...

ગુજરાતભરના RTO ટ્રેક સતત બીજા દિવસે બંધ:રાજકોટના 800 અને વડોદરાના 450થી વધુ વાહનચાલકોની ડ્રાઇવિંગ ટેસ્ટ પાછી ઠેલાઈ; સોફ્ટવેરમાં ખામીને કારણે આ સમસ્યા

રાજકોટ સહિત રાજ્યના RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજે સતત બીજા દિવસે બંધ છે. જેને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોફ્ટવેરમાં ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ છે. રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી 2 દિવસમાં 800 વાહન ચાલકોની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલાઈ છે. જ્યારે વડોદરામાં 450થી વધુ અપોઈન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે. જેને લીધે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માગતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હવે આવતીકાલથી બે દિવસ રજા છે ત્યારે સોમવારથી જ લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપી શકશે. બે દિવસમાં આવેલી તમામ એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરાઈ
રાજકોટ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, રાજકોટમાં ગઈકાલે અને આજે એમ બે દિવસ આરટીઓનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ છે. જોકે આ ટ્રેક માત્ર રાજકોટમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં બંધ છે. સોફ્ટવેરની ખામીને કારણે આજે સતત બીજા દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી બે દિવસમાં આવેલી તમામ એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે. આવતીકાલે શનિવાર અને પછી રવિવારે રજા નો દિવસ છે જેથી સોમવારથી ડ્રાઇવિંગ ટેસ્ટ રાબેતા મુજબ શરૂ થઈ જશે. RTOનો મેસેજ ન વાંચ્યો હોય તેઓને ધક્કો ખાવો પડ્યો
વધુમાં જાણવા મળતી વિગત મુજબ, સામાન્ય રીતે રાજકોટ આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોય તો તેની અગાઉથી જાણ કરવામાં આવે છે, પરંતુ આ વખતે આ પ્રકારની કોઈ જ જાણ કરવામાં આવી નથી. જેને લીધે જે વાહન ચાલકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાનો મેસેજ ન વાંચ્યો હૉય તેઓને આરટીઓ ખાતે ધરમ ધક્કો થયો હતો. વડોદરામાં પણ 450થી વધું ડ્રાઇવિંગ ટેસ્ટ પાછી ઠેલાઈ
આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, વડોદરામાં પણ સૉફ્ટવેર ઇસ્યુના કારણે ટ્રેક બંધ છે. આ ગુજરાત લેવલ પ્રોબ્લેમ છે, અમારે ત્યાં ટેસ્ટ આપવા આવનારા 450થી વધુ અપોઈન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments