જે હોટેલ રૂ.7500થી વધુ રૂમચાર્જ વસૂલ કરતી હોય અને સાથે સાથે જમવાની સર્વિસ પણ પૂરી પાડતી હોય તેણે હવે 5 ટકાને બદલે 18 ટકાના દરે જીએસટી ભરવાનો રહેશે. માત્ર જમવાનું પીરસતી હોટેલો માટે જીએસટીનો દર 5 ટકા જ રહેશે. જીએસટીમાં વધારાનો આ નિર્ણય 1 એપ્રિલથી જ અમલમાં આવી જશે. જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં રેસ્ટોરાં અને હોટેલના રૂમ ભાડા પર જીએસટીના રેટને લઈ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં રૂ.7500થી વધુ રૂમચાર્જ વસૂલતી અંદાજે 40 હોટેલ છે. શહેરમાં નાની-મોટી મળી લગભગ 700થી વધુ હોટેલ છે. પરંતુ 18 ટકાનો જીએસટી 7500થી વધુ રૂમચાર્જ વસૂલતી અને જમવાનું પીરસતી હોટેલોને જ લાગુ પડશે. દેખીતી રીતે જ જીએસટીમાં આ 13 ટકાના વધારાનો ભાર ગ્રાહકો પર જ પડશે. હોટેલ ઉદ્યોગના અગ્રણીઓનું કહેવું છે કે, જીએસટીના રેટમાં આ ફેરફારને કારણે રેસ્ટોરાંમાં જમવાનું મોંઘું થશે. જોકે આ મુદ્દે હજુ કેટલીક સ્પષ્ટતાઓ થઈ શકે છે. જીએસટીમાં 13 ટકા વધારોનો બોજ ગ્રાહકો પર જ પડશે
ટેક્સ એકસ્પર્ટના જણાવ્યા મુજબ પાછલા વર્ષમાં રૂ. 7500 રૂમના ભાડાની જોગવાઇ નક્કી કરવામાં આવી છે. એકંદરે આ સુધારો કરવાના કારણે જે સામાન્ય અને મધ્યમ વર્ગની હોટેલ રેસ્ટોરન્ટને રાહત આપવાનો જે હેતુ હતો તે હેતુ ફળીભૂત થશે નહીં. આ નિયમમાં જે રકમને ઓછામાં ઓછા રૂ. 10 હજાર કરવામાં આવે અથવા તો 18 ટકાના દર માત્ર વૈકલ્પિક બનાવવામાં આવી જોઇએ. GSTનો નવો ટેકસ સ્લેબ
રેસ્ટોરન્ટ જીએસટી દર
સામાન્ય રેસ્ટોરન્ટ 5 ટકા
હોટલ રેસ્ટોરન્ટ 18 ટકા 3 લોકો રૂમ શેરિંગમાં રહે તો પણ રૂમચાર્જ 7500થી વધી જતો હોય છે
અગાઉના ટેરિફના સ્થાને રેસ્ટોરન્ટ ઉપર જીએસટી દર નક્કી કરતો આ નવો નિયમ અગાઉના નિમય કરતા વધુ ખરાબ ગણી શકાય. રૂ.7500નું યુનિટ એકોમોડેશન ટુરિસ્ટ સિઝનમાં સામાન્ય રીતે કોઇ પણ નાની હોટેલનું થઇ જાય છે. જમવા સાથે વ્યક્તિ દીઠ રૂ. 2500નો દર એ સામાન્ય કહેવાય અને કોઇ પણ રૂમમાં ત્રણ વ્યક્તિને રહેઠાણ પૂરું પાડવામં આવે એટલે આ રૂમનું ભાડું રૂ. 7500 થી વધી જતું હોય છે. આમ આ નવા નિયમના કારણે સામાન્ય હોટલ કે જેઓના મોટા ભાગના ગ્રાહકો મધ્યમ વર્ગીય લોકો હોય છે તેમના માટે ફરજિયાત 5 ટકાના સ્થાને 18 ટકા દરે જીએસટી લેવા પાત્ર બનશે. આમ આ નિયમમાં ફેરફાર થાય તે ખૂબ જરૂરી છે. – નરેન્દ્ર સોમાણી, પ્રમુખ ઓલ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન