back to top
Homeગુજરાતભૂવાના ત્રાસથી યુવતીના આપઘાત કેસમાં નવો વળાંક:આરોપી કેતન સાગઠિયાએ વીડિયો-સ્ક્રીનશોટ વાઇરલ કર્યા;...

ભૂવાના ત્રાસથી યુવતીના આપઘાત કેસમાં નવો વળાંક:આરોપી કેતન સાગઠિયાએ વીડિયો-સ્ક્રીનશોટ વાઇરલ કર્યા; માતા-પિતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો દાવો

શહેરના મવડી વિસ્તારમાં એક વર્ષથી ભૂવાની સાથે રહેતી નર્સિંગની યુવતીએ હોળીના દિવસે ઝેરી દવા પી લીધી હતી, જેનું સોમવારે રાત્રે મોત નીપજ્યું હતું, મવડીના ભૂવાએ યુવતીને તેના પિતા ગુજરી જશે તેની વિધિ કરવી પડશે તેમ કહી તેને ફસાવી હતી અને પોતાની સાથે રાખતો હતો, ભૂવાના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપી કેતન સાગઠીયા હજુ પોલીસ પકડથી દૂર
રાજકોટમાં થોડા દિવસ પહેલા ભૂવા કેતન સાગઠિયાના ત્રાસથી કોમલ સોલંકી નામની યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જે બાદ તાલુકા પોલીસે મરવા મજબુર કરવા કલમ હેઠળ ગુનો નોંધી આરોપી કેતન સાગઠીયાની શોધખોળ હાથ ધરી છે અને હજુ સુધી તે પોલીસ પકડથી દૂર છે. દરમિયાન કેતન સાગઠિયાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કરી એક સ્ક્રિનશોટ શેર કર્યો છે. જેમાં યુવતીએ કેતન ભૂવા નહિ પરંતુ તેના માતા-પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. માતા-પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ
રાજકોટના મવડી ગામમાં કોમલ નામની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેવાના કેસમાં રાજકોટ તાલુકા પોલીસે મૃતક યુવતીના પિતાની ફરિયાદ પરથી આરોપી કેતન સાગઠીયા (ભૂવા) સામે મરવા મજબુર કરવાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. જો કે આરોપી કેતન સાગઠીયા હજુ પોલીસ પકડથી દૂર રહ્યો છે. દરમિયાન સોશિયલ મીડિયામાં આરોપી કેતન સાગઠિયાએ એક વીડિયો તેમજ સ્ક્રીનશોટ જાહેર કરી યુવતીએ તેના માતા પિતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કેતન ભૂવાએ દાવો કર્યો છે કે, તેના પિતા દારૂ પી ઘરે ઝઘડો કરતા હતા મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે, અમારી બન્ને વચ્ચે કોઇ મતભેદ નથી. શું લખ્યું છે સ્ક્રીનશોટ મેસેજમાં
કેતન સોરી યાર મારા જીવ મારાથી હવે ઘરનું ટોર્ચર સહન નથી થતું. પપ્પા મમ્મીને કાયમી દારૂ પીને મારે છે. તમારા ધંધાના પૈસા મેં મમ્મીને મોકલી દીધા યાર તમે માગ્યા ન હતા. મમ્મી કે દાગીના છોડાવી દે, હવે હું ઘરથી સાવ કંટાળી ગઈ છું. મેં એકવાર દવા પીધી એ પણ એના ત્રાસથી. કાયમી પપ્પા દારૂ પી ઝઘડા કરે હું તમારી સાથે શાંતિથી રહેવા માંગુ છું. પણ દિકા શું કરું તમે મને કંઇ ઘટવા નથી દીધું, જાન હું મરીને પણ તમારી સાથે રઇશ. મેં દવા પી લીધી છે. તમે ગયા પછી મમ્મીનો કોલ હતો. જીવ મને માફ કરજો. શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં શહેરના મવડી વિસ્તારમાં રહેતા કેતન સાગઠિયાના ઘરે કોમલ સોલંકી (ઉ.વ.26) નામની યુવતીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં 17 માર્ચે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે પોલસી મરવા મજબૂર કરવા બદલ ભૂવા કેતન સાગઠિયા સામે ફરિયાદ નોંધી હતી. પરિવારનો આક્ષેપ છે કે, ભૂવાએ તેમની દીકરીને મારી નાખી છે. થોડા સમય પહેલાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ સુસાઇડ નોટ લખી હતી. જેમાં ભૂવો શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભૂવો લગ્ને-લગ્ને કુંવારો છે
મૃતક યુવતીના પિતા ધીરજભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મારી દીકરીએ નર્સિંગનો અભ્યાસ કરેલો છે. તે મવડી સ્મશાન નજીક ભૂવાનું કામ કરતા કેતન સાગઠિયાના સંપર્કમાં આવી ગઈ હતી. આ ભૂવાએ મારી દીકરીને જણાવ્યું હતું કે તારા પિતા પર કોઈએ મેલી વિદ્યા કરી દીધી છે તેનું મોત નીપજવાનું છે, મારી પાસે વિધિ કરાવ તો સારું થઇ જશે. છેલ્લા એકાદ વર્ષથી મારી દીકરી તેની સાથે રહેવા લાગી હતી. ભૂવાને બે-બે પત્ની છે, આમ છતાં મારી દીકરીને ફસાવી છે. તે લગ્ન-લગ્ને કુંવારો છે, ખોટા ધંધા કરે છે. દારૂના પણ ધંધા કરે છે અને તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. મારી દીકરીને ભૂવાએ જ મારી છે, અમને ન્યાય જોઈએ છે. શરીર પર માર માર્યાનાં નિશાન
જ્યારે મૃતકની પિતરાઈ બેન દિવ્યા સોલંકીએ રડતાં રડતાં કહ્યું કે, અમારે ન્યાય જોઈએ છે. મારી બેન સાથે બની ગયું છે હવે બીજા સાથે આવું ન બને તેવું અમે ઇચ્છીએ છીએ. મારી બેનને ભૂવો શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આજે મૃત્યુ થયા પછી પણ તેના શરીર ઉપર માર માર્યાનાં નિશાન પણ જોવા મળી રહ્યાં છે. આ અગાઉ 3-4 મહિના પહેલાં પણ સુસાઇડ નોટ લખી મારી બેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ સમય પછી અમારી સાથે રહેતી હતી અને ત્યાર બાદ ફરી તેની પાસે રહેવા લાગી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments