અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7 હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે બુધવારથી જ એકશન લેવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત ગુનેગારોએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તંત્રની આ કામગીરી આજે પણ યથાવત રહેશે. ડિમોલીશન કામગીરીના નિરીક્ષણ માટે સરકારે નિર્લિપ્ત રાયને મેદાનમાં ઉતાર્યા
અમદાવાદ શહેરમાં વસ્ત્રાલની ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. બુધવારે જ્યારે અમદાવાદના મનપસંદ જિમખાનામાં ડિમોલીશન કામગીરી કરવામાં આવી ત્યારે ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય હાજર રહ્યા હતા. રાજ્યના 7612 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર SMCએ 15 ગુનેગારોના નામની અને તેઓની ગેરકાયદે મિલકતની યાદી તૈયાર કરી દેશમાં કાયદાનું શાસન જરૂરી કે લોકલાગણી?
સરકારે ગુજરાતના ગુંડાઓની એક યાદી તૈયાર કરી છે અને તેમણે કરેલાં ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વસ્ત્રાલમાં એક ગેરકાયદે મકાન પાડવા જતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઇકોર્ટે આ મામલે ફરિયાદીને જરૂરી સમય પણ આપ્યો છે.હવે આ મામલે દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા 11 વકીલના અભિપ્રાય જાણ્યો, જેમાં 8 વકીલે દેશ કાયદાથી ચાલવો જોઇએ એ વાતને સમર્થન કર્યું તો 2 વકીલે લોકલાગણીને સર્વોપરી જણાવી. (વિગતવાર અહેવાલ વાંચો)