રાકેશ રોશને તેમના કરિયરમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે રેખા સાથે ‘ખૂબસુરત’, ‘ખૂન ભારી માંગ’, ‘આક્રમણ’, ‘ઔરત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, એક સમય એવો હતો જ્યારે લોકો રાકેશને સલાહ આપતા હતા કે રેખાને ફિલ્મમાં ન લે કારણ કે તે સેટ પર મોડી આવશે અથવા ફિલ્મ છોડી દેશે. જોકે, રાકેશ રોશને કહ્યું કે- તેમની સાથે કામ કરતી વખતે તેમને ક્યારેય આવી કોઈ સમસ્યા થઈ નથી. તાજેતરમાં ANI સાથેની મુલાકાતમાં, રાકેશ રોશને રેખા વિશે વાત કરી. તેમણે કહ્યું- રેખામાં એવા ગુણો છે જે બહુ ઓછી એક્ટ્રેસમાં હોય છે. મેં તેમની સાથે એક એક્ટર તરીકે 2-3 ફિલ્મો કરી છે. મેં તેમની સાથે ઔરત અને આક્રમણ જેવી ફિલ્મો કરી છે. જ્યારે હું ‘ખૂન ભારી માંગ’ માટે માતાનો રોલ લઈ તેમની પાસે ગયો ત્યારે લોકોએ મને કહ્યું- તું ફિલ્મ તો બનાવશ પણ રેખા ક્યારેય સમય પર તો આવતી નથી અને કાં તો ફિલ્મ છોડી દે છે. હું આ સાંભળતો રહું છું, પણ મેં તેમની સાથે હીરો તરીકે 3-4 ફિલ્મો કરી છે, મને તો આવો અનુભવ ક્યારેય નથી થયો. રાકેશે આગળ કહ્યું, જ્યારે હું રેખા પાસે ગયો ત્યારે જ મેં તેને કહ્યું હતું કે, આ મારી બીજી ફિલ્મ છે (ડિરેક્ટર તરીકે), આ એક મહિલાલક્ષી ફિલ્મ છે. હું જોખમ લઈ રહ્યો છું કારણ કે સ્ટોરી એવી છે કે અંતે પત્ની તેના પતિને મારી નાખે છે. તું મને હેરાન તો નહીં કરે ને? આના જવાબમાં રેખાએ કહ્યું, ગુડ્ડુ જી (રાકેશ રોશનનું ઉપનામ), આ તમે શું પ્રશ્ન પૂછો છો? શું મેં ક્યારેય આવું કર્યું છે, ખાલી લોકો જ આવી વાતો કરે છે. જો કોઈ મને પૈસા નથી આપતા અથવા તેમની કમિટમેન્ટ પૂર્ણ નથી કરતા, તો જ હું આવું બધું કરું છું. વાતચીતમાં રાકેશ રોશને એમ પણ કહ્યું કે- જ્યારે તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મ કોઈ મિલ ગયામાં રેખા માતાની ભૂમિકા ભજવે, ત્યારે તેમણે ચતુરાઈથી તેમની સાથે વાત કરી. રેખાને ડાયરેક્ટ ફિલ્મ ઓફર કરવાને બદલે, પહેલા ફક્ત ફિલ્મની સ્ટોરી સંભળાવી અને તેમનો અભિપ્રાય માગ્યો. આના પર રેખા સમજી ગઈ કે રાકેશ ઇચ્છે છે કે તે ફિલ્મમાં કામ કરે.