back to top
Homeગુજરાતસોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારનો આપઘાત:ખેડાના કણજરી ગામ નજીક કેનાલમાંથી લાશ મળી,...

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારનો આપઘાત:ખેડાના કણજરી ગામ નજીક કેનાલમાંથી લાશ મળી, બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા

આણંદ તાલુકાના બોરીયાવી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને આપઘાત કર્યો છે. દોઢ વર્ષના બાળકની માતા
રિદ્ધિ સુથાર દોઢ વર્ષના બાળકની માતા હતી. આ દુખદ ઘટનાએ તેના ફોલોઅર્સ અને પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા છે. મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો
રિદ્ધિ સુથારનો મૃતદેહ ખેડા જિલ્લાના કણજરી ગામ નજીકની કેનાલમાંથી મળી આવ્યો છે. ખેડા જિલ્લાની પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને આ આપઘાત પાછળના કારણો શોધવા માટે પ્રયાસ કરી રહી છે. રિદ્ધિ સુથારનું જીવન અને સંબંધ
રિદ્ધિ સુથાર છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર એક સક્રિય ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી હતી. ચાર વર્ષ પહેલા, તેણે બોરીયાવી ગામના રૂષિન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રૂષિન પટેલ તાજેતરમાં યોજાયેલી બોરીયાવી નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થઈને કારોબારી ચેરમેન બન્યા હતા. રિદ્ધિ સુથારનું સોશિયલ મીડિયા બેકગ્રાઉન્ડ
રિદ્ધિ સુથારના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર 374 પોસ્ટ્સ અને 679 ફોલોઅર્સને ફોલો કરતી હતી. 20.6K ફોલોઅર્સ ધરાવતી રિદ્ધિ સુથાર સોશિયલ મીડિયા પર એક સક્રિય વીડિયો ક્રિએટર હતી અને @makeoverby_rid નામના હેન્ડલથી લોકપ્રિય હતી. તે “Imagine, Believe, Achieve” મંત્ર સાથે જીવન જીવતી હતી અને તેના ફોલોઅર્સ માટે પ્રેરણાદાયક કન્ટેન્ટ શેર કરતી હતી. કેનાલ પાસે કાર મળી
રિદ્ધિ સુથાર વર્ષોથી સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર હતી. જોકે, તેણે લાંભવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને આપઘાત કર્યો હતો. તેણે પોતાની અમદાવાદ પાસિંગની હોન્ડા કાર નંબર જીજે 01 એચઝેડ 0260 સાઈડમાં રોડ પર પાર્ક કરી હતી અને કેનાલમાં પડીને જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાની જાણ થતાં કાર કેનાલના કાંઠે મળી આવી હતી. પોલીસ તપાસ ચાલુ
આ ઘટના પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ નથી. પોલીસ દ્વારા રિદ્ધિ સુથારના જીવન અને તેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો વિષય બની છે. વડતાલ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો
વડતાલ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકના પિતા હિરેન નંદલાલ સુથારની ફરિયાદના આધારે પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. કણજરી બીટના જમાદારના જણાવ્યા મુજબ, યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આકસ્મિક રીતે અથવા ઈરાદાપૂર્વક ઝંપલાવ્યું હોઈ શકે છે. મૃતક યુવતીના પ્રેમલગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. તેમને દોઢ વર્ષનું સંતાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments