અભિનેતા આમિર ખાને એક ઈન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મ ‘રંગ દે બસંતી’ના ક્લાઈમેક્સ વિશે વાત કરી છે. આ ફિલ્મ દ્વારા જે મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે સમજાવ્યો હતો. એક્ટરે કહ્યું કે કોઈ પણ દેશ પરફેક્ટ નથી હોતો, તેને પરફેક્ટ બનાવવો પડે છે. જસ્ટ ટૂ ફિલ્મી (પોડકાસ્ટ)ને આપેલા ઈન્ટરવ્યૂમાં આમિરને પૂછવામાં આવ્યું હતું કે, તેની ફિલ્મ ‘રંગ દે બસંતી’નો તેના પર કેટલો પ્રભાવ પડ્યો છે. આનો જવાબ આપતાં એક્ટરે કહ્યું કે, ‘આપણા પર ફિલ્મનો થોડો પ્રભાવ હોય છે અને ફિલ્મ પર આપણો થોડો પ્રભાવ હોય છે.’ ‘રંગ દે બસંતી’ ના જે છેલ્લા 40 મિનિટ છે, તે રાઈટિંગમાં ઓરિજિનલ ક્લાઈમેક્સ તેનાથી તદ્દન વિરુદ્ધ હતું. મૂળ વાર્તામાં, અંતે દરેક પકડાઈ જાય છે અને મારી નાખવામાં આવે છે. તેવામાં ડાયરેક્ટર રાકેશ ઓમ પ્રકાશ મહેરાને મારો પ્રશ્ન હતો કે, શું ફિલ્મના પાત્રોએ કંઈ ખોટું કર્યું છે? શું તે એવું અનુભવે છે? જો ના તો પછી તમે કેમ ભાગી રહ્યા છો? ફિલ્મના પાત્રો પણ સમજે છે કે હિંસા એ કોઈપણ વાતનો ઉકેલ નથી. તમારે વસ્તુઓમાં સામેલ થવું પડશે. કોઈપણ દેશ પરફેક્ટ નથી હોતો. તમારે પરફેક્ટ બનાવવો પડે છે. જાપાન કે અમેરિકાના લોકો અહીં આવીને ગંદકી સાફ નહીં કરે. તમારી ગંદકી છે. તમારે જ તેને સાફ કરવી પડશે. તમારે તે કાદવમાં ઉતરવું પડશે અને તમારા હાથ અને પગ ગંદા કરવા પડશે. સિસ્ટમનો ભાગ બનીને તેને બદલી શકાય છે. તમને જણાવી દઈએ કે, આમિરની ફિલ્મ ‘રંગ દે બસંતી’ વર્ષ 2006 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં 6 યુવાન મિત્રોની વાર્તા બતાવવામાં આવી હતી. જે એક વિદેશી મહિલાને ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ પર ડોક્યુમેન્ટરી બનાવવામાં મદદ કરે છે. ડોક્યુમેન્ટરી બનાવવા દરમિયાન તેઓ પોતે એ બાબતોને જીવવાનો પ્રયાસ કરે છે. યુવાનોને આ ફિલ્મ ખૂબ ગમી હતી.