back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું:નિફટી ફ્યુચર 23606 પોઈન્ટ ઉપર તેજી...

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું:નિફટી ફ્યુચર 23606 પોઈન્ટ ઉપર તેજી યથાવત્ રહેશે

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યા છતાં ટેરિફ મામલે ચિંતા હળવી કરતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની તરફેણ કરવામાં આવ્યા સામે 2, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ મામલે મક્કમ હોવાના સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈથી વિપરીત આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આ સાથે ઘણા એ ગ્રુપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડોની તેજીએ સેન્સેક્સે 77000 પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચર એ 23400 પોઈન્ટની સપાટી કુદાવી હતી. ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી ફ્રન્ટલાઈન-સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે તેજી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેકસ વધતાં તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.14% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.05% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4162 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1213 અને વધનારની સંખ્યા 2823 રહી હતી, 126 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. 2.78%, બજાજ ફાઈનાન્સ 2.75%, કોટક બેન્ક 2.41%, એકસિસ બેન્ક 2.13%, નેસ્લે ઇન્ડિયા 2.03%, લાર્સેન લિ. 2.03%, સન ફાર્મા 1.93%, ટાટા મોટર્સ 1.84% અને આઈસીઆઈસીઆઈ બેન્ક 1.52% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લિ. 1.34%, ટાટા સ્ટીલ 1.10%, મહિન્દ્રા મહિન્દ્રા 1.08%, ટાઈટન કંપની લિ. 0.91% અને બજાજ ફિનસર્વ 0.63% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23379 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23474 પોઈન્ટના પ્રથમ અને 23606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23202 પોઈન્ટ થી 23088 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50593 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51008 પોઈન્ટ પ્રથમ અને 51180 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 50474 પોઈન્ટ થી 50303 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 51180 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ઈન્ફોસિસ લિ. ( 1595 ) :- ઈન્ફોસિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1560 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1544 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1606 થી રૂ.1616 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1630 ઉપર તેજી તરફી ધ્યાન…!!
સિપ્લા લિ. ( 1522 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1494 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1480 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1547 થી રૂ.1560 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચસીએલ ટેક્નોલોજી ( 1570 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1597 આસપાસ વેચવાલી થકી રૂ.1544 થી રૂ.1530 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1606 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ગ્લેનમાર્ક ફાર્મા ( 1513 ) :- રૂ.1553 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1560 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1494 થી રૂ.1480 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1577 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને ટેરિફ વોરને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે મુખ્ય વ્યાજ દર યથાવત રાખી અમેરિકાના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો અને સાથોસાથ ફુગાવો વધવાના સંકેત પણ આપ્યા હતા. ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક દર 4.25% થી 4.50%ની રેન્જમાં યથાવત રાખ્યા છે. વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર 1.70% રહેવા અને ફુગાવો વધી 2.70% પહોંચવા ફેડરલ રિઝર્વે ધારણાં મૂકી છે. આર્થિક વિકાસ દરની ધારણાં પહેલા 2.10% મુકાઈ હતી. અમેરિકામાં ફુગાવાને 2%ના સ્તર પર લાવવા ફેડરલ રિઝર્વ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યું છે. વ્યાજ દર યથાવત રાખવાના ફેડરલના નિર્ણય બાદ ફેડરલ પર દબાણ લાવવા ટ્રમ્પે એક સંદેશમાં ફેડરલને રેપો રેટ ઘટાડવા જણાવ્યું હતું જેથી નવા ટેરિફની પોતાની યોજનાને ભરપાઈ કરી શકાય. જો કે વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં બે વખત કપાતની પોતાની ધારણાંને ફેડરલે જાળવી રાખી હતી. અમેરિકાના વેપાર ભાગીદાર દેશોના માલસામાન પર જોરદાર ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની યોજનાને પરિણામે ફુગાવા તથા આર્થિક વિકાસ દર અંગેના ફેડરલ રિઝર્વના આઉટલુકને અસર થઈ છે. આવા પ્રકારના પગલાંથી ફુગાવો ઊંચે જશે અને વિકાસને ફટકો પડશે. આ અસર માત્ર સંબંધિત દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પડે શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments