back to top
Homeગુજરાતકાર શીખતી સગીરાએ પિતા-પુત્રને અડપેટે લેતા પુત્રનું મોત:બ્રેકને બદલે એક્સિલરેટર દબાઇ જતા...

કાર શીખતી સગીરાએ પિતા-પુત્રને અડપેટે લેતા પુત્રનું મોત:બ્રેકને બદલે એક્સિલરેટર દબાઇ જતા અકસ્માત; ટ્રાફિક પોલીસે કારચાલક અને કાર આપનાર સામે ગુનો નોંધ્યો

અમદાવાદના કુબેરનગરમાં 15 વર્ષીય સગીરાએ કારથી રોડ પર ઉભેલ પિતા-પુત્રને અડફેટે લીતા પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરતા સગીરા કાર શીખતી હોવાથી બ્રેકના બદલે એક્સિલરેટર દબાઇ જતા અકસ્માત થયો હતો. આ મામલે પોલીસે સગીરા અને તેને કાર ચલાવવા આપનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિતા-પુત્રને અડફેટે લેતા પુત્રનું સારવારમાં મોત
કુબેરનગરમાં રહેતા નાનકરામ નૈનાણી રિયલ કન્સલટન્સીની દુકાન ધરાવી દલાલીનું કામ કરે છે. ગત 20 માર્ચે રાત્રિના સમયે તેઓ 43 વર્ષીય પુત્ર કમલેશ તથા સંબંધી સાથે માતૃછાયા સોસાયટીના ગેટ પાસે ઉભા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલ એક્સયુવી કારચાલકે નાનકરામને અડફેટે લીધા હતા. જે બાદ તેમના પુત્ર કમલેશને પણ અડફેટે લીધો હતો. જેથી કમલેશભાઇ નીચે પડી જતા તેમની પરથી કારનું ટાયર ફરી વળ્યુ હતું અને કાર નીચે દબાઇ ગયો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને કમલેશભાઇને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનુ મોત નિપજ્યુ હતુ. સગીરાને કાર આપનાર સામે ગુનો દાખલ
કારચાલક 15 વર્ષની સગીરા તેમની સોસાયટીમાં રહેતી હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે નાનકરામે કારચાલક સામે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરતા સગીરા કાર શીખતી હતી, તે સમયે બ્રેકને બદલે એક્સિલરેટર દબાઇ જતા અકસ્માત કર્યો હતો. આ અંગે પોલીસે સગીરાને કાર ચલાવવા આપનાર સામે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments