ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા પછી તે પહેલીવાર મુંબઈમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી. આ દરમિયાન પેપરાઝી છૂટાછેડા પર તેની પ્રતિક્રિયા જાણવા માગતા હતા, પણ ધનશ્રી કંઈપણ કહેવાનું ટાળતી હોય એવું લાગતું હતું. ખરેખર ધનશ્રી તેના નવા મ્યુઝિક વીડિયોના પ્રમોશન માટે ટી સિરીઝની ઓફિસ પહોંચી હતી. ત્યાં હાજર પેપ્સને પોઝ આપતી વખતે તેને પૂછવામાં આવ્યું કે શું તે ચહલ સાથેના છૂટાછેડા વિશે કંઈ કહેવા માગે છે? આ સાંભળીને તેણે હસીને ઈશારામાં ના કહ્યું. પછી તે પેપ્સને પહેલા ગીત સાંભળવાનું કહે છે પેપ્સ પણ ધનશ્રીના ગીતનાં વખાણ કરે છે અને કહે છે કે તેનું ગીત ટ્રેન્ડિંગમાં છે. ધનશ્રી આ માટે ભગવાનનો આભાર માને છે. ચહલ અને ધનશ્રીના છૂટાછેડા આખરે 20 માર્ચે થઈ ગયા.
એ જ દિવસે ધનશ્રીનો નવો મ્યુઝિક વીડિયો લોન્ચ થયો, જેના શબ્દો તેના પતિના એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે છે. પોસ્ટ પહેલાં ચહલની બેવફાઈ તરફનો ઈશારો? આ ગીતનો વીડિયો પોસ્ટ કરતી વખતે ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક કેપ્શન લખ્યું હતું, જેના પછી ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ધનશ્રી વર્માએ પોતાનું ગીત શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે – “અબ ‘દેખા જી દેખા જી’ ગીતને તે વાતો કહેવા દો જે તમે ખુલ્લેઆમ કહી શકતા નથી.” આ પોસ્ટ પછી ચાહકો અનુમાન લગાવવા લાગ્યા શું આ ચહલની બેવફાઈ તરફનો ઈશારો છે કે પછી માત્ર એક સંયોગ છે. ધનશ્રીની આ પોસ્ટ બાદ હવે ફેન્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ઉપરાંત તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકોની એક પોસ્ટ શેર કરી છે, જેનું કેપ્શન ક્રિપ્ટિક છે. કેપ્શનમાં ગીત વિશે વાત કરતાં કહેવામાં આવ્યું છે કે ‘લાઇફ ઇમિટેટિંગ આર્ટ’ એટલે કે જીવન કલાની નકલ છે. આના પર ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ગીત છૂટાછેડા પાછળના વાસ્તવિક કારણ તરફ ઈશારો કરી રહ્યું છે. ધનશ્રી વર્માએ છૂટાછેડા પર પ્રતિક્રિયા આપી
હાલના દિવસોમાં ધનશ્રી તેના ગીત દેખા જી દેખા મૈંને પ્રમોટ કરવા દરમિયાન જ્યારે તે પેપરાઝીની સામે આવી તો તેને પૂછવામાં આવ્યું કે તમારી ગઈકાલ વિશે તમારે શું કહેવું છે? આ અંગે પ્રતિક્રિયા આપતાં તેણે કશું કહ્યું નહીં. તેણે પોતાના હાથથી ઈશારો કરીને નકારી કાઢ્યું કે તે આ વિશે કંઈપણ કહેવા માગતી નથી. જોકે ચહલ સાથે ધનશ્રી તેના છૂટાછેડા વિશે ખૂલીને વાત ન કરી, પરંતુ આ ગીત દ્વારા તે ચોક્કસપણે ઘણું વ્યક્ત કરી રહી છે. ચહલ-ધનશ્રીના છૂટાછેડા થઈ ગયા
કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં ચહલ- ધનશ્રીના લગ્ન સત્તાવાર રીતે તૂટી ગયા છે. અહેવાલો અનુસાર, ધનશ્રીને છૂટાછેડાના સમાધાનના ભાગરૂપે 4.75 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે મળ્યા છે, જોકે હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. કોરોના દરમિયાન ચહલ અને ધનશ્રી મિત્રો બન્યાં. ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ બંને મિત્રો બન્યાં ને પ્રેમમાં પડ્યાં. તેમનાં લગ્ન 11 ડિસેમ્બર 2020ના રોજ થયાં અને તેઓ અઢી વર્ષ સુધી સાથે રહ્યાં. તેઓ 2022થી અલગ રહેતાં હતાં. ધનશ્રીના નવા સોંગનો વીડિયો જુઓ… આ સમાચાર પણ વાંચો 6 મહિનાનું અફેર, 18 મહિનાના લગ્ન, રૂ. 4.75 કરોડમાં સેટલમેન્ટ:ચહલ-ધનશ્રીનો 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ઘટાડી આજે ફાઈનલી ડિવોર્સ જાહેર, હવે ક્રિકેટર IPL શાંતિથી રમી શકશે યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. યુઝવેન્દ્ર અને ધનશ્રી મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર હતાં. યુઝવેન્દ્રના વકીલ નીતિન ગુપ્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો