back to top
Homeમનોરંજન'દરેક ઇન્ડસ્ટ્રીમાં લિંગ આધારિત ભેદભાવ':એક્ટ્રેસ પૂજા હેગડેએ કહ્યું- ઘણીવાર મને ક્રેડિટ મળતી...

‘દરેક ઇન્ડસ્ટ્રીમાં લિંગ આધારિત ભેદભાવ’:એક્ટ્રેસ પૂજા હેગડેએ કહ્યું- ઘણીવાર મને ક્રેડિટ મળતી નથી, સેટ પર સેકન્ડ ક્લાસ જેવું વર્તન કરાય છે

એક્ટ્રેસ પૂજા હેગડેએ ઉદ્યોગમાં મહિલા કલાકારો દ્વારા થતા જેન્ડર આધારિત ભેદભાવ વિશે વાત કરી છે. પૂજાએ તેના કેટલાક અનુભવો પણ શેર કર્યા છે. ફિલ્મફેર સાથેના એક ઇન્ટરવ્યૂમાં, એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય કોઈ મેલ કો-એક્ટર દ્વારા કોઈ સમસ્યા થઈ છે? જવાબમાં તે કહે છે- ‘આવું બધા ઉદ્યોગોમાં થાય છે પણ અલગ અલગ સ્તરે.’ આમાંથી કેટલાકમાં ખૂબ જ ખુલ્લી રીતે થાય છે તો કેટલાકમાં શટલ(સૂક્ષ્મ) રીતે થાય છે. નાની નાની વાતો એવી બને બને છે, જેમ કે પુરુષ એક્ટરની વેનિટી વાન સેટ પાસે પાર્ક કરેલી હોય છે. જ્યારે અમારે અમારો લહેંગા ઉપાડીને લાંબા અંતર સુધી ચાલવું પડે છે. ‘ક્યારેક મને લાગે છે, સાંભળો દોસ્તો, અમારા વિશે પણ વિચારો.અમારી વાન સુધી પહોંચવા માટે અમારે આટલા ભારે કપડાં પહેરીને પોતાને ખેંચીને જવું પડે છે. આ શટલ સેક્સિઝમ (સૂક્ષ્મ લિંગભેદ) છે. એવું પણ બને છે કે અમારું નામ પોસ્ટરમાં ન હોય. ક્યારેક અમને ક્રેડિટ પણ આપવામાં આવતી નથી, ભલે ફિલ્મ ‘પ્રેમકથા’ હોય? આપણે બધાએ સમજવું પડશે કે ફિલ્મ બનાવવી એ એક સામૂહિક પ્રયાસ છે.’ પૂજા આગળ કહે છે કે તેણે ઘણા મેલ કો-એક્ટર સાથે કામ કર્યું છે, જેમણે દાયકાઓની મહેનતથી પોતાની ઓળખ બનાવી છે. પરંતુ ભલે તે ટેકનિકલી એક મોટી સ્ટાર રહી છે, સેટ પર તેને સેકન્ડ ક્લાસ વ્યક્તિ જેવો અનુભવ કરાવવામાં આવ્યો છે. પૂજાના કામ વિશે વાત કરીએ તો, તેણે ત્રણેય ઉદ્યોગોમાં કામ કર્યું છે – તમિલ, તેલુગુ અને હિન્દી. પૂજા મિસ યુનિવર્સ ઈન્ડિયા 2010 ની રનર અપ પણ રહી છે. તેમણે 2012 માં એક તમિલ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ શાહિદ કપૂર સાથે તેની ફિલ્મ ‘દેવા’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસે પત્રકારની ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments