મલાઈકા અરોરા સાથે બ્રેકઅપ થયા પછી એક્ટર અર્જુન કપૂર હાલ સિંગલ છે. અને હવે તે સિંગલ રહેવાના ફાયદા જણાવતો જોવા મળે છે. વાત એમ હતી કે,એક્ટર શોશા રીલ એવોર્ડ્સ હોસ્ટ કરી રહ્યો હતો. આ દરમિયાન,એક્ટર એવી મજાક કરતો જોવા મળ્યો કે એકલા રહેવું તેના અને બીજા બધા માટે કેટલું ફાયદાકારક છે. સિંગલ સ્ટેટસ પર કટાક્ષ કરતાં અર્જુન કહે છે, ‘આજે હું ભલે એકલો છું. એકલા રહેવાથી યાદ આવે પણ એકલા રહેવામાં કંઈ ખોટું નથી. આ ફક્ત મારા માટે જ નહીં પણ તમારા બધા માટે પણ ફાયદાકારક છે. મને બે હોસ્ટનો પગાર મળશે અને તમારે ઓછો બકવાસ સાંભળવો પડશે.’ નોંધનીય છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 2018 માં દુનિયા સામે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. ત્યારથી, તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વેકેશનના ફોટા પોસ્ટ કરતા જોવા મળતા હતા. બંનેએ આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. પછી વર્ષ 2004 માં, બંનેનું બ્રેકઅપ થઈ ગયું. મલાઈકા અને અર્જુને ક્યારેય તેમના બ્રેકઅપ વિશે જાહેરમાં વાત કરી ન હતી, પરંતુ ઘણી વખત સંકેતો દ્વારા સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ અલગ થઈ ગયા છે. પરંતુ બ્રેકઅપ પછી પણ, બંને એકબીજા સાથે સારા સંબંધ ધરાવે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અર્જુન કપૂર તાજેતરમાં ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’માં જોવા મળ્યો હતો. તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. ટૂંક સમયમાં આ એક્ટર ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં જોવા મળશે. આમાં અર્જુન સાથે દિલજીત દોસાંઝ અને વરુણ ધવન પણ જોવા મળશે. બોની કપૂર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.