અમદાવાદ સહિત રાજ્યમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં કોચિંગ ક્લાસ માટે ના કોઈ નોંધણી, ના કોઈ કાયદો કે ના કોઈ દંડની જોગવાઈ છે. જેથી ક્લાસીસ માલિકો સ્કૂલો જેટલી જ તોતિંગ ફી વસૂલે છે. રાજસ્થાનમાં તાજેતરમાં આવા ક્લાસીસ પર નિયંત્રણ માટે લવાયેલા બિલમાં સમય, શિક્ષકોની શૈક્ષણિક લાયકાત સહિતના નિયમો નક્કી કરાયા હતા. 3 મહિનામાં દરેક ક્લાસની નોંધણી ફરજિયાત કરાઈ હતી. કર્ણાટકમાં પણ એક ક્લાસમાં વધુમાં વધુ 30 વિદ્યાર્થી બેસાડવાની જોગવાઈ છે. જ્યારે બિહારમાં કોર્સ મુજબ ફી નક્કી કરી જાહેર કરવાની હોય છે. પરંતુ રાજ્યમાં કોઈ પણ પ્રકારના નિયમો કે નિયંત્રણો નથી. સામાન્યપણે વાલી જેટલી ફી સ્કૂલમાં છે તેટલી જ ફી કોચિંગ ક્લાસ માટે ભરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ધમધમતા આ કોચિંગ ક્લાસમાં સુરક્ષા સાથે પણ સમાધાન કરવામાં આવતું હોય છે. સંખ્યાબંધ ક્લાસીસ તો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચલાવાતા હોય છે. વિદ્યાર્થીઓની સંખ્યા પર પણ કોઈ નિયંત્રણ હોતા નથી. આ ઉપરાંત કોઈ સવલતો પણ પૂરી પાડવામાં આવતી હોતી નથી. શિક્ષકોની ગુણવત્તા પણ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે, ક્લાસીસ સંચાલકોએ સસ્તામાં શિક્ષકો લાવી નફો રળવાનો ધંધો બનાવી દીધો છે. ડમી સ્કૂલોનું દૂષણ વધ્યું, માત્ર ફી ભરી દેવાની, હાજરી જરૂરી નથી અમદાવાદમાં ઘણા ક્લાસીસ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલે છે. જ્યાં નાની દુકાનમાં કેટલા બાળકો બેસાડી શકાય, તેમની માટે કેવી વ્યવસ્થા હોવી જોઇએ તેનો કોઇ નિયમ નથી. ખાનગી ટ્યૂશન સંચાલકોના એસોસીએશન અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપે સરકારમાં રજૂઆત કરીને કોચિંગ ક્લાસ પર નિયંત્રણ અંગેનું બિલ લાવવા માગ કરી છે. પરંતુ સરકારે હજુ સુધી કોઇ બિલ રજૂ કર્યું નથી. અંકુશના અભાવે શિક્ષણની હાટડી બની ગયા { ટ્યૂશન ક્લાસની નોંધણી કરવા અંગે કોઈ નિયમ નથી. માત્ર કોમર્શિયલ પ્રોપર્ટીની નોંધ કોર્પોરેશનમાં થાય છે. { ક્લાસીસમાલિકો માર્કેટ-સ્પર્ધા મુજબ ફી નક્કી કરે છે. { ક્લાસીસમાં પ્રાથમિક સુવિધા માટે કોઇ નિયમ નથી, જેથી ઘણા કોચિંગ ક્લાસ દુકાનોમાં ચાલે છે. { શિક્ષકોની લાયકાત કે અનુભવનો નિયમ ન હોવાને લીધે ધો.12 પાસ લોકો પણ કલાસીસમાં ભણાવવા આવી જાય છે. { ક્લાસમાં વિદ્યાર્થીની સંખ્યા નક્કી ન હોવાથી સંચાલકો પોતાની મરજી મુજબ વિદ્યાર્થીઓને બેસાડી દેતા હોય છે. { માલિકોનું સરકાર તરફથી કોઇ ઓડિટ થતું નથી. { ફી ઉપરાંત મટીરિયલ માટે અલગથી રકમ વસૂલે છે, જેથી વાલીએ ડબલ પૈસા ચૂકવવા પડે છે. { વાલીને ભ્રામક જાહેરાત અને હોર્ડિંગ દ્વારા આકર્ષવામાં આવે છે. { ટ્યૂશન પર અંકુશ ન હોવાથી ડમી સ્કૂલોનું દૂષણ વધી રહ્યું છે. કર્ણાટકમાં 30 વિદ્યાર્થી બેસાડવાની મર્યાદા છે { કર્ણાટકમાં ધોરણ પ્રમાણે ફી અને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. { 30 વિદ્યાર્થી બેસાડવાની મર્યાદા છે. { વિદ્યાર્થી દીઠ 7 ચોરસ ફૂટની જગ્યા રાખવાનો નિયમ છે. { ગોવામાં રજિસ્ટ્રેશન વગર કોચિંગ ક્લાસ શરૂ થઈ શકતા નથી. { ફી પણ સરકારે નક્કી કરેલી છે. { બિહારમાં શિક્ષકની શૈક્ષણિક લાયકાત-અનુભવ રજિસ્ટ્રેશન વખતે દર્શાવવા પડે છે. { બિહારમાં ગેરરીતિ બદલ 25 હજારથી 1 લાખ સુધી દંડ, લાઈસન્સ રદ કરવાની જોગવાઈ. { રાજસ્થાનના બિલની જોગવાઈ મુજબ નોંધણી ફરજિયાત. { બાળક અધવચ્ચેથી ક્લાસ છોડી દે તો પૈસા પરત કરવાની જોગવાઈ. 1997માં જૂનો એલિસબ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. તેની બંને બાજુએ કોંક્રિટનો નવો બ્રિજ બાંધવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં બિલ લાવી લગામ, અન્ય રાજ્યોમાં પણ નિયંત્રણો છે 446કુલ મ્યુનિ. સ્કૂલ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી છે. જેમાંથી 318 સવારની પાળીમાં, 92 બપોરની પાળીમાં, 36 બંને પાળીમાં ચાલે છે.