કેન્દ્ર સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે ભારતને સરહદ નજીક ચીન દ્વારા બે નવાં કાઉન્ટી (નગરો) બનાવવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી છે, જેનો એક ભાગ લદ્દાખમાં આવે છે. સરકારે કહ્યું હતું કે ડિપ્લોમેટિક રીતે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારતીય જમીન પર ચીનનો ગેરકાયદે કબજો ક્યારેય સ્વીકારવામાં આવ્યો નથી. નવા ક્ષેત્ર બનાવવાથી આ વિસ્તાર પર ભારતની સ્થિતિ પર કોઈ અસર થશે નહીં અને ન તો એ ચીનના ગેરકાયદે અને બળજબરીથી કબજાને કોઈ કાયદેસરતા આપશે. ચીનમાં કાઉન્ટી નગરપાલિકીની નીચેનો એકમ ડિસેમ્બરમાં ચીને બે નવાં કાઉન્ટીઓ બનાવવાની જાહેરાત કરી ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીને હોતાન પ્રાંતમાં બે નવાં કાઉન્ટી, હેઆન અને હેકાંગ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ કાઉન્ટીઓમાં હાજર કેટલાક વિસ્તારો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે અને ચીનનો દાવો સંપૂર્ણપણે ગેરકાયદે છે. ત્યારે ચીને બ્રહ્મપુત્ર નદી પર ડેમ બનાવવાની પણ જાહેરાત કરી હતી. ભારતે પણ આનો વિરોધ કર્યો હતો. મંત્રીએ કહ્યું- સરહદ નજીક માળખાગત સુવિધાઓ પર ધ્યાન ફોકસ વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર ચીન દ્વારા હોતાન પ્રાંતમાં બે કાઉન્ટીઓ બનાવવાની જાણકારી છે, જેમાં લદ્દાખ નજીક આવેલા ભારતીય પ્રદેશ પણ સામેલ છે? જો હા, તો આ મુદ્દાને ઉકેલવા માટે સરકારે કયા વ્યૂહાત્મક અને રાજદ્વારી પગલાં લીધાં છે? આના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર આ બાબતથી વાકેફ છે. સરકાર જાણે છે કે ચીન સરહદ નજીક માળખાકીય સુવિધાઓ વિકસાવી રહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર સરહદ નજીકના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપી રહી છે, જેથી આ વિસ્તારોમાં વિકાસ ઝડપી બને અને તેમજ ભારતની વ્યૂહાત્મક તથા સુરક્ષા જરૂરિયાતો પણ પૂરી થઈ શકે. રસ્તાઓ, પુલો અને ટનલનું નેટવર્ક વધ્યું છે વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં (2014-2024), સરહદી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે બજેટ ફાળવણીમાં વધારો થયો છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)એ છેલ્લા દાયકા કરતાં ત્રણ ગણો વધુ ખર્ચ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પહેલાંની સરખામણીમાં રોડ નેટવર્ક, પુલ અને ટનલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આનાથી સ્થાનિક વસતિને કનેક્ટિવિટી અને સેનાને વધુ સારી લોજિસ્ટિક્સ પૂરી પાડવામાં મદદ મળી છે. મંત્રીએ કહ્યું હતું કે સરકાર હંમેશાં ભારતની સુરક્ષા પર અસર કરતા તમામ વિકાસ પર નજર રાખે છે અને એની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લે છે. ભારત-ચીન કરાર સંબંધિત આ સમાચાર પણ વાંચો… એસ. જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી: કહ્યું- LAC અને અગાઉના કરારોનું સન્માન કરવું જોઈએ, તો જ બંને દેશો વચ્ચેના સંબંધો સારા રહેશે લાઓસમાં વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક થઈ. આમાં નેતાઓ વચ્ચે ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા થઈ. જયશંકરે ચીનના વિદેશમંત્રીને LAC અને અગાઉના કરારોનું સન્માન કરવા કહ્યું. જયશંકરે કહ્યું કે સંબંધો સ્થિર કરવા એ બંને દેશોના હિતમાં છે.