દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી 15 કરોડ રૂપિયા રોકડ મળવાના કેસમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે શુક્રવારે સુપ્રીમ કોર્ટના CJI સંજીવ ખન્નાને ઈન્ટરનલ તપાસ રિપોર્ટ સુપરત કર્યો. હવે કોલેજિયમ આ અંગે આગળની કાર્યવાહી કરશે. અગાઉ 2018માં, સીબીઆઈએ ગાઝિયાબાદમાં સિમ્ભાવલી સુગર મિલમાં ગેરરીતિઓના સંદર્ભમાં જસ્ટિસ વર્મા સામે FIR નોંધી હતી. NDTVના અહેવાલ મુજબ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે મિલમાં ગોટાળાઓ અંગે ફરિયાદ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે સુગર મિલ દ્વારા ખોટી લોન યોજના દ્વારા બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જસ્ટિસ વર્મા તે સમયે કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. આ દરમિયાન, દિલ્હી ફાયર સર્વિસના પ્રમુખ અતુલ ગર્ગે કહ્યું છે કે મેં એવું કોઈ નિવેદન આપ્યું નથી કે જજના ઘરમાંથી રોકડ મળી નથી. 21 માર્ચે, ગર્ગનું નિવેદન મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થયું હતું, જેમાં તેમને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે જસ્ટિસ વર્માના ઘરે લાગેલી આગ ઓલવતી વખતે કોઈ રોકડ રકમ મળી આવી ન હતી. હોળીના દિવસે દિલ્હીના લુટિયન્સમાં એક બંગલામાં આગ લાગી હતી 14માર્ચે હોળીની રાત્રે 11.35 વાગ્યે લુટિયન્સ દિલ્હીમાં જસ્ટિસ વર્માના બંગલામાં આગ લાગી હતી, ત્યારબાદ રોકડ રકમ મળી આવી હતી. દિલ્હી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ બુઝાવી હતી. ઘટના સમયે જસ્ટિસ વર્મા શહેરની બહાર હતા. તેમનો પરિવાર ઘરમાં હાજર હતો. બાર કાઉન્સિલના સભ્યોએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો અને તેમને કાર્યવાહી કરવા વિનંતી કરી. ચીફ જસ્ટિસે જવાબ આપ્યો કે જજ આ મુદ્દાથી વાકેફ છે. સુપ્રીમ કોર્ટે ઈન્ટરનલ તપાસ શરૂ કરી સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે જસ્ટિસ વર્મા સામે ઈન્ટરનલ તપાસ શરૂ કરી છે. તેમનો અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ અલગ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિસ યશવંત વર્માના ઘરે બનેલી ઘટના અંગે ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે એક નિવેદન આપ્યું. જેમાં કહેવામાં આવ્યું હતું કે રોકડ મળવા અંગે ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આજે CJI સંજીવ ખન્નાને પ્રાથમિક રિપોર્ટ સુપરત કરશે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટના દરમિયાન, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઇકોર્ટમાં પાછા ટ્રાન્સફર કર્યા. જોકે, સુપ્રીમ કોર્ટે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે જજના બંગલામાંથી રોકડ રકમ મળી આવવાના સમાચાર અને તેમના ટ્રાન્સફર વચ્ચે કોઈ સંબંધ નથી. ઇન્દિરા જયસિંહે કહ્યું- માહિતી જાહેર થવી જોઈએ સીનિયર વકીલ ઇન્દિરા જય સિંહે સુપ્રીમ કોર્ટ કોલેજિયમના નિર્ણયમાં પારદર્શિતાના અભાવની ટીકા કરી છે. તેમણે કહ્યું- મને લાગે છે કે અપૂરતી માહિતીના આધારે ટિપ્પણી કરવી અયોગ્ય છે. કોલેજિયમને વિનંતી છે કે તેઓ આ ઘટના સંબંધિત માહિતી જાહેર કરે. કયા સંજોગોમાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી. દરેકને આ વિશે જણાવવું જોઈએ. અત્યાર સુધી લોકો સમક્ષ ફક્ત અટકળો જ છે. ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ જજ કાર્યવાહીથી મુક્ત નથી. જજના બંગલામાંથી કરોડોની રોકડ મળી આવવાનો મામલો સંસદમાં ગુંજ્યો શુક્રવારે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ન્યાયિક જવાબદારીનો મુદ્દો ઉઠાવતા, તેમણે અધ્યક્ષને અલ્હાબાદ હાઈકોર્ટના જજ સામે મહાભિયોગ અંગેની પેન્ડિંગ નોટિસનો ઉલ્લેખ કર્યો. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, જસ્ટિસ વર્મા 2012થી ઓગસ્ટ 2013 સુધી યુપીના મુખ્ય સ્ટેન્ડિંગ કાઉન્સેલ હતા. ત્યારે અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા. શું કોઈએ યુપીના પૂર્વ મુખ્યમંત્રીને આ વિશે પ્રશ્ન કર્યો અલ્હાબાદ હાઈકોર્ટના બારે કહ્યું- આ કચરાપેટી નથી જસ્ટિસ વર્માના અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફરના સમાચાર પર હાઈકોર્ટ બાર એસોસિએશને આકરી પ્રતિક્રિયા આપી છે. એસોસિએશને એક નિવેદન જારી કરીને કહ્યું, ‘સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારમાં સંડોવણીના આધારે જસ્ટિસ વર્માને અલ્હાબાદ ટ્રાન્સફર કર્યા છે.’ આ સજા છે કે ઈનામ? શું અલ્હાબાદ હાઈકોર્ટ કચરાપેટી છે? બાર એસોસિએશનના પ્રમુખ અનિલ તિવારીએ કહ્યું, ‘એક સામાન્ય કર્મચારીના ઘરમાં 15 લાખ રૂપિયા મળી આવે તો તેને જેલમાં ધકેલવામાં આવે છે. જસ્ટિસ વર્માએ રાજીનામું આપી દેવું જોઈએ. જો તેઓ અહીં જોઈન કરશે, તો અમે તેમનું સ્વાગત કરવા દઈશું નહીં. કોર્ટમાં કામ નહીં ચાલે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય માણસ બને છે: જસ્ટિસ ઢીંગરા નિવૃત્ત જજ જસ્ટિસ એસ.એન. ઢીંગરાએ કહ્યું, ‘ન્યાયતંત્રમાં ઘણા સમયથી ભ્રષ્ટાચાર છે. આનો અંત લાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સામાન્ય માણસને તકલીફ પડે છે. જ્યારે જજના ઘરમાંથી રોકડ મળી આવે, ત્યારે સુપ્રીમ કોર્ટે FIR માટે મંજુરી આપવી જોઈએ. આગળની કાર્યવાહી એ જ રીતે થવી જોઈએ જે રીતે સામાન્ય માણસ સામે કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ વિકાસ સિંહે કહ્યું કે જસ્ટિસ વર્મા પાસે રાજીનામું માગવું જોઈએ. કપિલ સિબ્બલે કહ્યું- ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા પર વિચાર કરવો જોઈએ