back to top
Homeસ્પોર્ટ્સસાંજે 6:00 વાગ્યાથી IPLની ઓપનિંગ સેરેમની:દિશા પટણી, શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલા...

સાંજે 6:00 વાગ્યાથી IPLની ઓપનિંગ સેરેમની:દિશા પટણી, શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલા પરફોર્મ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ઓપનિંગ સેરેમની કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 6 વાગ્યાથી યોજાશે. આમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી, સિંગર શ્રેયા ઘોષાલ અને પંજાબી સિંગર કરણ ઔજલા પરફોર્મ કરશે. IPLએ તેના સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. અરિજિત સિંહ, શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન પણ પરફોર્મ કરી શકે છે. શાહરૂખ ખાન અને સલમાન ખાન પણ આ સેરેમનીમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. શાહરૂખ તેની ટીમને સપોર્ટ કરશે, જ્યારે સલમાન તેની ફિલ્મ સિકંદરના પ્રમોશન માટે આવી શકે છે. જોકે, કેટલાક નામોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સ્ટાર્સ પણ આવી શકે છે IPL એ X પોસ્ટમાં 3 નામોની જાહેરાત કરી શરૂઆતની મેચ KKR અને RCB વચ્ચે રમાશે
ઓપનિંગ સેરેમની પછી IPL ની ઓપનિંગ મેચ રમાશે. આ મેચ KKR અને RCB વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. કોલકાતાની કેપ્ટનશીપ અજિંક્ય રહાણે અને બેંગલુરુની કેપ્ટનશીપ રજત પાટીદાર કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments