રાજ્યોમાં લોકસભા બેઠકોના સીમાંકન અંગે શનિવારે ચેન્નાઈમાં 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ચેન્નાઈમાં આ બેઠક બોલાવી હતી, જેમાં 5 રાજ્યોના 14 નેતાઓએ ભાગ લીધો હતો. બીજેડી વડા નવીન પટનાયક અને ટીએમસી પણ જોડાયા. આ સમય દરમિયાન સ્ટાલિનના નેતૃત્વ હેઠળ એક સંયુક્ત કાર્યવાહી સમિતિની રચના કરવામાં આવી. જેમાં સીમાંકન પર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં 1971ની વસતી ગણતરીના આધારે સંસદીય મતવિસ્તારો પરનો પ્રતિબંધ આગામી 25 વર્ષ સુધી લંબાવવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે જે રાજ્યોએ વસતી નિયંત્રણ કાર્યક્રમને અસરકારક રીતે લાગુ કર્યો છે ત્યાં બંધારણીય સુધારા લાગુ કરવા જોઈએ. મતવિસ્તારોના સીમાંકન અંગે આગામી બેઠક હૈદરાબાદમાં યોજાશે. મીટિંગમાં સામેલ લોકોએ શું કહ્યું…