આજે રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના 50 જેટલા ધારાશાસ્ત્રીઓની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળી હતી. આજની આ બેઠક વન નેશન વન ઈલેક્શન ઉપર બોલાવવામાં આવી હતી જેમાં સાંસદની હાજરીમાં ચર્ચા તેમજ વિચાર વિમર્શ સાથે ધારાશાસ્ત્રીઓએ પોતાનો મત રજૂ કર્યો હતો જે બાદ તેનો રિપોર્ટ તૈયાર કરી સાંસદ રૂપાલા દ્વારા જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી તેમજ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સમયે પરષોત્તમ રૂપાલાએ ગોંડલમાં પાટીદાર સમાજના દીકરા ઉપર થયેલ હુમલા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારે ત્વરિત કાર્યવાહી કરી છે અને કાયદો કાયદાનું કામ કરશે જયારે કે ગોંડલની જ બીજી ઘટના રાજસ્થાની યુવાનના મોત મામલે જાટ સમાજની માંગ વિષે બોલવાનું ટાળ્યું હતું. રાજકોટના સાંસદ રૂપાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કમલેશભાઈ જોશીપુરા દ્વારા આજરોજ વન નેશન વન ઈલેક્શન માટે વિચાર વિમર્શ કરતી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મને આમંત્રિત કર્યો છે. સૌરાષ્ટ્રમાંથી ધારાશાસ્ત્રીઓ અને કાયદા નિષ્ણાતો અહીંયા આવ્યા છે. રાષ્ટ્રને સ્પર્શતા અને ચૂંટણીને લગતા આ મુદ્દાને લઇ આજરોજ તજજ્ઞો દ્વારા ચર્ચા વિચારણા કરી બાદમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રિપોર્ટ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી અને સરકાર સુધી પહોંચાડવા માટે હું પ્રયાસ કરીશ. ગોંડલમાં પાટીદાર સમાજના સગીર વયના દીકરાને માર મારવા મામલે નિવેદન આપતા સાંસદ પરસોતમ રૂપાલાનીએ જણાવ્યું હતું કે, આ ઘટનામ અમારા વરિષ્ઠ આગેવાનો દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે રાજ્ય સરકારે પણ ત્વરિત કાર્યવાહી કરી છે અને કાયદો કાયદાનું કામ કરશે એવું મારું માનવું છે. પરંતુ આ ઘટના પરથી એટલું ચોક્ક કૈસ કે સામાજિક સૌહાર્દ જળવાય અને તાણાવાણા ન થાય તે જરૂરી છે. જયારે ગોંડલના રાજસ્થાની યુવાનના મોત મામલે જાટ સમાજના વિરોધ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું હતું તેમજ લોકસભામાં મુદ્દો આવશે ત્યારે જોઈશું તેમ કહી વાત પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજની આ બેઠકમાં વન નેશન વન ઇલેક્શન અમલમાં લાવવા સંદર્ભેના કાનૂની પાસાઓ બંધારણીય મુદ્દાઓ તેમજ ભારતીય રાજનીતિની દ્રષ્ટિથી પ્રવર્તમાન સ્થિતિ સહિતના વિષયોને આવરી લેવા ઉપરાંત કયા કયા પડકારો છે તે સંદર્ભે અને ખાસ કરીને સરળતાથી કેવી રીતે અમલમાં લાવી શકાય તેના અગત્યના સૂચનો તજજ્ઞો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.