છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે રૂ.100 કરોડના ખર્ચે ગુજરાત રાજ્યનો સૌપ્રથમ રબર ડેમ બનાવવામાં આવશે. છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હેરણ નદી ઉપર વર્ષ 1956 માં મુંબઇ રાજ્યમાં સમયમાં એક આડ બંધ બનાવવામાં આવ્યો હતો. જે વર્ષો સુધી 60 જેટલા ગામમાં લોકો માટે આશીર્વાદરૂપ રૂપ હતો પંતુ આડબંધમાં કાંપ ભરાઈ જતાં છીછરો થઇ જતાં લોકોને પીવાના તેમજ સિંચાઈ માટે પાણીની ખૂબ મોટી સમસ્યા ઊભી થઇ હતી. ઉલ્લેખનિય છે કે, રાજવાસણા ખાતે હેરણ નદી ઉપર 8 મે 1954 ના દિવસે તત્કાલીન મુંબઈ રાજ્યના બાંધકામ ખાતાના પ્રધાન નાયક નિંબાલકરના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને વર્ષ 1958માં આ ડેમ બનીને તૈયાર થઈ જતાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે સ્થાનિક આગેવાનોએ આ આડબંધ તોડીને નવો બનાવવા માટે સરકારને રજૂઆતો કરી હતી. જેના પરિણામે ગુજરાત સરકાર દ્વારા રાજવાસણા ખાતે આડબંધ બનાવવા માટે રૂ 100 કરોડની રકમ તેમજ કેનાલ માટે રૂ 28 કરોડની રકમ મંજૂર કરી દેવામાં આવી છે. અને હાલ આ ડેમ બનાવવા માટે એજન્સી નક્કી કરીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. પાણીના સ્તર ઊંચા આવતા પાક લઇ શકશે
ગુજરાત સરકારે રબર ડેમ બનાવવાની મંજૂરી આપી છે. અત્યારે બધાને 800 થી 100 ફૂટ બોર થાય છે પણ પાણી બેસતું નથી. ડેમ થશે ત્યારે પાણીના સ્તર ઊંચા આવશે. અને ખેડૂતો ત્રણ પાક પકવશે. ફેબ્રુઆરીમાં પણ પાણી જોઈએ તે મળતું નથી.અને ઢોર માટે પણ તકલીફ પડે છે. > પરેશ પટેલ, સ્થાનિક ખેડૂત,કાશીપુરા વર્ક ઓર્ડર આપી દીધો છે
રાજવાસણા ખાતે 100 કરોડના ખર્ચે રબર ડેમ બનાવવા સરકારીની મંજુરી મળી છે .જેની તાંત્રિક મંજૂરી ટેન્ડર કરીને ઇજારદારને વર્ક ઓર્ડર આપેલ છે. ટૂંક સમયમાં નવીન ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજ્યનો પ્રથમ રબર ડેમ બનાવવાનું કામ શરૂ કરાશે .રબર ડેમ બનવાથી ગ્રાઉન્ડ વોટર બોર રિચાર્જ થતાં જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતને ખેતીનો લાભ થશે.અને બીજા ફેઝમાં લિફ્ટ ઇરીગેશન નેટવર્ક દ્વારા સિંચાઇનો લાભ અપાશે. > ધવલ પટેલ, કા.ઇ , સુખી સિંચાઈ યોજના ડિવિઝન 2 50થી વધુ ગામને સિંચાઇનો લાભ મળશે
રબર ડેમ બનતાં 50 થી 60 જેટલા ગામોને સિંચાઇનો લાભ મળશે. સાથે એક સમસ્યા એ છે કે રેતી માટીનો કાંપ થઈ ગયો છે. એ નીકળી જાય તો પાણી સંગ્રહ ખૂબ વધી જશે. અત્યાર સુધી ખેડૂતો ચોમાસુ અને શિયાળુ પાક લેતા હતા,હવે ડેમ બનવાથી ચોમાસુ, શિયાળુ સાથે ઉનાળુ પાક લેવાશે. > અચ્યુત પટેલ, સ્થાનિક ખેડૂત, કાશીપુરા