સપાના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમને કહ્યું- ભાજપનો તકિયા-કલામ બની ગયો છે કે જો મુસ્લિમોમાં બાબરનો ડીએનએ છે, તો હિન્દુઓમાં કોનો ડીએનએ છે? બાબરને કોણ લાવ્યું? ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા બાબરને ભારત લાવ્યા હતા. જો મુસ્લિમો બાબરના વંશજો છે તો તમે (હિન્દુઓ) ગદ્દાર રાણા સાંગાના વંશજો છો. આનો નિર્ણય ભારતમાં થવો જોઈએ. તેઓ બાબરની ટીકા કરે છે, રાણા સાંગાની નહીં. તેમણે દેશની સ્વતંત્રતાની લડાઈમાં અંગ્રેજોની સેવા કરી હતી. ભારતના મુસ્લિમો બાબરને પોતાનો આદર્શ માનતા નથી. તેઓ મોહમ્મદ સાહેબ અને સૂફી પરંપરાને આદર્શ માને છે. રામજી લાલે શુક્રવારે રાજ્યસભામાં આ વાતો કહી. સપા સાંસદના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. X પર લખ્યું- સપાના નેતાઓ, તેમના સંસ્કાર અનુરૂપ તૃષ્ટીકરણના રાજકારણમાં એટલા ડૂબી ગયા છે, તેઓ વિદેશી આક્રમણકારોનો મહિમા કરવા માટે ભારતીય મહાપુરુષોનું અપમાન કરવામાં સહેજ પણ અચકાતા નથી. સપા સાંસદની ટિપ્પણી અત્યંત શરમજનક છે. તેમણે પોતાના નિવેદન બદલ માફી માગવી જોઈએ. રામજી લાલ સુમન વિશે 3 મોટી વાત- 1- સામાજિક સૌહાર્દ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે
આપણા દેશમાં સામાજિક સૌહાર્દ બગાડવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો થઈ રહ્યા છે. હમણાં જ હોળીનો તહેવાર હતો. અમે ક્યાંય વાંચ્યું નથી કે મુસ્લિમોએ એવું કહ્યું હોય કે અમે હોળીના તહેવારમાં સંવાદિતા બગાડવા અથવા વિક્ષેપ પાડવા માગીએ છીએ. આમ છતાં આવાં ઘણાં નિવેદનો આવ્યાં, જેનાથી સમાજમાં તિરાડ પડી ગઈ. એક બિહારના ધારાસભ્ય છે અને એક ઉત્તરપ્રદેશના. આ લોકોએ કહ્યું કે મુસ્લિમોએ હોળી પર પોતાનાં ઘરોમાં જ રહેવું જોઈએ. ઉત્તરપ્રદેશના એક મંત્રીએ કહ્યું હતું કે જેમને રંગોથી સમસ્યા છે તેમણે ભારત છોડી દેવું જોઈએ. 2- શું દેશમાં કાયદાનું શાસન છે કે જંગલરાજ? શરૂઆતમાં અલીગઢ યુનિવર્સિટીમાં હોળી માટે પરવાનગી આપવામાં આવી ન હતી, પરંતુ પછીથી એને મંજૂરી આપવામાં આવી. આ સમય દરમિયાન એક જનપ્રતિનિધિએ કહ્યું હતું કે જે કોઈ હોળીનો વિરોધ કરશે તેને ઉપર મોકલી દેવામાં આવશે, પરંતુ ભાજપના કોઈ મોટા નેતા એનો વિરોધ કરતા નથી. આનો અર્થ એ થયો કે આવાં નિવેદનોને સરકારી સમર્થન છે, અથવા તેમને આ ભાષા ગમે છે. આવી ભાષા કોઈપણ દેશના સ્વાસ્થ્ય માટે સારી નથી. શું દેશમાં કાયદાનું શાસન છે કે જંગલરાજ? 3- શું આ દેશ કોઈના બાપનો છે? શું આ દેશ કોઈના બાપનો છે? ભારતમાં વિવિધ ધર્મોના લોકો રહે છે. ભારતની ભૂમિ પર મુસ્લિમોનો એટલો જ અધિકાર છે જેટલો હિન્દુઓનો છે. રાષ્ટ્રીય ચળવળમાં, બધી જાતિઓએ ત્રિરંગા હેઠળ એક સમુદાયની રચના કરી હતી.
છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફરના પુત્રનું અંગ્રેજોએ શિરચ્છેદ કર્યું હતું. કપાયેલું માથું બાદશાહ ઝફરને મોકલવામાં આવ્યું. સંજીવ બાલિયાને કહ્યું- ધિક્કાર છે સપા સાંસદના નિવેદન પર, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને X પર લખ્યું – શરમ આવવી જોઈએ. રામજી લાલ સુમને તુષ્ટીકરણની બધી હદો પાર કરી દીધી. તેમણે સંસદમાં મહાન નાયક રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા. આ રાજપૂત સમુદાય અને સમગ્ર હિન્દુ સમુદાયનું ઘોર અપમાન છે. સમાજવાદી પાર્ટીએ આવા શરમજનક કૃત્ય માટે સમગ્ર દેશની માફી માગવી જોઈએ.