back to top
Homeગુજરાતહિસ્ટ્રીશીટર મુશીરની હવેલી પર બુલડોઝર ચાલ્યું:પોલીસના બાતમીદારની છાપ ધરાવનાર શખ્સ સામે અંતે...

હિસ્ટ્રીશીટર મુશીરની હવેલી પર બુલડોઝર ચાલ્યું:પોલીસના બાતમીદારની છાપ ધરાવનાર શખ્સ સામે અંતે તંત્રએ કામગીરી કરવી પડી, મુશીર અને તેની ટોળકી સામે ગુનાઓનું લાંબુ લીસ્ટ

રાજ્યમાં સાડા સાત હજાર કરતા વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરાયા બાદ તેઓના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવાની કામગીરીનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે માથાભારે તત્વોની ગેરકાયદે મિલ્કતોને જમીન દોસ્ત કરવામાં આવી. જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રીશીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલ્કતો પર તવાઈ બોલાવવામાં આવી હતી. ફતેવાડી કેનાલ પાસે આવેલા ઈસ્માઈલ પેલેસ જે ‘મુશીર હવેલી’ તરીકે જાણીતી હતી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મુશીર અને તેની ટોળકી સામે નોંધાયેલા ગુનાઓનું લાંબુ લીસ્ટ છે. બિનખેતી થયેલી જમીન પર હવેલી ખડકી દીધી હતી
આજે અમદાવાદના વેજલપુર પોલીસ દ્વારા ફતેવાડી કેનાલ પાસે અંતરિયાળ ભાગમાં આવેલી ‘મુશીરની હવેલી’ તરીકે જાણીતી ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે’ આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. ચૌહાણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ જગ્યા ખેતીલાયક છે અને અહીંયા મોટા રૂમ અને સ્વિમિંગ પૂલ જેવી વ્યવસ્થા છે. આ જગ્યા ઈકબાલના નામે છે પરંતુ તે મુશીર ઉપયોગ કરે છે અને હાલ તેને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાબરમતીના કાંઠે 6300 ફૂટ જગ્યામાં હવેલી બનાવી હતી
જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે 6300 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ મંજૂરી લીધા વિના કરવામાં આવેલા બાંધકામને તોડવા માટે આજે એક હિટાચી મશીન અને બે જેસીબી મશીન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચી છે. આ ગેરકાયદેસર બાંધકામ એવી જગ્યા પર કરવામાં આવ્યું છે કે જ્યાં કોઈપણ વ્યક્તિને પહોંચવું હોય તો બે વખત વિચાર કરવો પડે એટલી વિશાળ જગ્યામાં આ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. મુશીર સામે ગુનાઓનું લાંબુ લિસ્ટ
મહંમદ મુશીર વિરુદ્ધ જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં ખંડણી, મારામારી અને જુગાર સહિતના અનેક ગુનાઓ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. આ આરોપીના વૈભવી ગેરકાયદેસર મિલકતને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે તોડવાની કામગીરી કરવામાં આવી છે. એક સમયે અમદાવાદનો ટપોરી મુશીર સામે સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ છે. ધીમે ધીમે રૂપિયા ભેગા થતા પોલીસ અધિકારીઓ માટે ‘વ્યવસ્થા’ કરવાની તેને શરૂઆત કરી જેમાં તેણે એક એજન્સીના મહત્વના પોસ્ટ ઉપર બેઠેલા અધિકારી સાથે સંબંધ વધાર્યા અને ધીમે ધીમે તે બિલ્ડર બની ગયો હતો. હાલ પણ તેના માથે અમદાવાદમાં કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓના ચાર હાથ હોય તેવી સ્થિતિ છે. મુશીર એટલો મોટો ગુનેગાર છે કે, જુહાપુરા સરખેજ વિસ્તારમાં તેના નામે તેના માણસો પણ ફરે છે જેની યાદી પણ પોલીસ ચોપડામાં તો છે પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ સાથે સંબંધ હોવાના કારણે કોઈ તેને કશું નહીં કરે તેવું તેને અભિમાન આવી ગયું હતું. એટલું જ નહીં કેટલાક લોકો તેના ત્યાં નોનવેજની પાર્ટીમાં નતમસ્તક થઈને બેઠા હોય તેવી પણ વિગતો જાણવા મળી રહી છે. જેમાં પોલીસ તેમજ અન્ય લોકો પણ મુશીરની ચાપલૂસી કરતા થાકતા નથી. માત્ર બે રૂપિયા ભેગા થવા દે તેને પોલીસને કઈ રીતે સાચવી શકાય તે શીખી લીધું છે અને પોલીસ કર્મચારીઓ નોનવેજના ટિફિન અને મુશીરના ઘર પાસે જોવા મળે છે. મુશીર સામે નોંધાયેલા ગુના
મોહમંદમુશીર ઇસ્માઇલભાઇ કુરેશી વિરુધ્ધમા દાખેલ થયેલ ગુનાનુ લીસ્ટ (1) સે.ગુ.ર.ન -3254/2003 જુગારધારા કલમ 12 મુજબ (2) સે.ગુ.ર.ન -3197/2004 જુગારધારા કલમ 12 મુજબ (3) સે.ગુ.ર.ન -3217/2004 જુગારધારા કલમ 12 મુજબ (4) ફ.ગુ.ર.નં-106/2002 ઇ.પી.કો કલમ 143, 147, 148, 153, 307, 302, 151, 152, 153, 435, 436 તથા જી.પી.એકટ 135(૧l1) તથા આર્મસ એકટ 25(1) (બી)-1 (5) ફ.ગુ.ર.નં 347/2011 ઇ.પી.કો.કલમ 302, 143, 144, 147, 148, 149, 212, 201, 120(બી), તથા GP ACT-135(1) (6) સે.ગુ.૨.ન -3170/2005 જુગારધારા કલમ 12 મુજબ (7) સે.ગુ.ર.ન -3196/2005 જુગારધારા કલમ 12 મુજબ (8) વેજલપુર ગુ.ર.નં. 11191028220938/22 ઇ.પી.કો કલમ- 341, 323,294(ખ), 506(2), 114 મુજબ (9) વેજલપુર ગુ.ર.નં. 111910282221012/22 ઇ.પી.કો કલમ- 294(ખ), 506(2), 114 મુજબ મુશીરના જાણીતા માણસોના નામ (1) ફીરોજ ઉર્ફે ફીરોજકાકા અબ્બાસભાઇ સૈયદ (2) મોહમંદ એઝાજ નિજામુદ્દીન કુરેશી (3) ઇકબાલ ઉર્ફે સારણી સ/ઓફ રસુલભાઇ સિપાઇ (4) ફીરદોશ મુલ્લો (5) સોહિલ ટોલી (6) રફીક પંચોલી કાલુપુર (7) નુર (મામાનો ભાઇ) (8) રફીક (9) ડોલો (એચ વોર્ડ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments