back to top
Homeગુજરાત26મીથી રાજ્યનું વાતાવરણ પલટાશે:ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા

26મીથી રાજ્યનું વાતાવરણ પલટાશે:ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા

માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. શનિવારે ગુજરાતનાં મુખ્ય 15 પૈકી 7 શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી પાર રહ્યું હતું જ્યારે 12 શહેરોનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચે રહ્યું હતું. બેવડી ઋતુના અનુભવ વચ્ચે રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહ્યો હતો. જ્યારે 19.5 ડિગ્રી સાથે ગાંધીનગરની રાત સૌથી ઠંડી રહી હતી. આગાહી મુજબ 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29થી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments