back to top
Homeસ્પોર્ટ્સIPL મેચ માટે પંજાબ કિંગ્સની ટીમ અમદાવાદ પહોંચી:ITC નર્મદામાં ધમાકેદાર સ્વાગત, ખેલાડીઓ...

IPL મેચ માટે પંજાબ કિંગ્સની ટીમ અમદાવાદ પહોંચી:ITC નર્મદામાં ધમાકેદાર સ્વાગત, ખેલાડીઓ માટે બેટ, બોલ, સ્ટમ્પના આકારમાં ચોકલેટ તૈયાર કરવામાં આવી

IPLની 18મી સીઝનનો આજથી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં પ્રથમ મેચ 25 માર્ચે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. જેના માટે પંજાબ કિંગ્સની ટીમ અમદાવાદ આવી પહોંચતા તેનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું. ITC નર્મદા હોટલમાં ખેલાડીઓના સ્વાગત માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. અહીં ખેલાડીઓએ ટ્રિપલ ચોકલેટ કપ, મિન્ટ ડાર્ક ચોકલેટ સહિતની વિવિધ ચોકલેટ્સનો સ્વાદ માણ્યો. 25 માર્ચે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
નમો સ્ટેડીયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 25 માર્ચે મુકાબલો છે. જેની ટિકિટોનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે. IPLની મેચ રમવા માટે પંજાબ કિંગ્સની ટીમ અમદાવાદ પહોંચતા ખેલાડીઓનું ITC નર્મદા હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં ખેલાડીઓ માટે ખાસ ચોકલેટ્સ તૈયાર કરવામાં આવી
અમદાવાદના મહેમાન બનેલા અને ITC નર્મદામાં ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમના ખેલાડીઓ અને સ્ટાફ માટે હોટલ દ્વારા ક્રિકેટનો ટચ આપી વિવિધ ચોકલેટ્સ તૈયાર કરવામાં આવી.અહીં ખેલાડીઓએ ચોકલેટ બેટ, ટ્રિપલ ચોકલેટ કપ, મિન્ટ ડાર્ક ચોકલેટ કપ, મિન્ટ ડાર્ક ચોકલેટ કપ, સોલ્ટેડ કેરેમેલ કપ, રૂબી રાસ્બરી કપ અને વ્હાઈટ ચોકલેટ કપની મજા માણી હતી.આ પણ વાંચોઃ આ 13 ગ્રાઉન્ડ પર રમશે 10 ટીમ અમદાવાદમાં આ સિઝનમાં IPLની 7 મેચ રમાશે
IPL-2025ની આ સિઝનની ગુજરાત ટાઇટન્સની કુલ 7 મેચ અમદાવાદમાં રમાશે. જેમાં પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝ હૈદરાબાદ, લખનઉ સુપર જાઇન્ટસ્ અને છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સ સામે અમદાવાદમાં રમાશે. અમદાવાદમાં રમાનારી પ્રથમ બે મેચની ટિકિટોનું વેચાણ શરૂ
25 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ અને 29 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ યોજાવાની છે. મેચની ટિકિટની ઓનલાઈન વહેંચણી DISTRICT BY zomato નામની વેબસાઈટ પર શરૂ થઇ છે. વેબસાઈટ પર તમામ ટિકિટનું અત્યારે ઓનલાઇન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે સાથે કેટલાક શહેરોમાં ટિકિટનું ઓફલાઈન વેચાણ પણ શરૂ થયું છે. જેથી પ્રેક્ષકો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી ટિકિટ ખરીદી શકશે. ટિકિટના ભાવ 499 – અપર
1000- લોવર
2000- સાઉથ પ્રીમિયમ વેસ્ટ
6000 – પ્રેસિડેન્ટ ગેલેરી
12000- કોર્પોરેટ બોક્સ
20000- અપર સ્યુટ્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments