વિકેટકીપર બેટર કેએલ રાહુલ IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે શરૂઆતની બે મેચ રમી શકશે નહીં. આ માહિતી દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા મિચેલ સ્ટાર્કની પત્ની અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એલિસા હીલીએ આપી હતી. તેણે જણાવ્યું કે, કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી માતા બનવા જઈ રહી છે. આ કારણે, તે લીગની પહેલી બે મેચમાંથી બહાર રહી શકે છે. રાહુલ અને તેની બોલિવૂડ અભિનેત્રી પત્ની આથિયા શેટ્ટીએ નવેમ્બર 2024માં ગુડ ન્યૂઝ આપ્યા હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે યુટ્યુબ પર માહિતી આપી
એલિસા હીલીએ યુટ્યુબ ચેનલ LiSTNR સ્પોર્ટ પર કહ્યું કે હેરી બ્રુકનું સ્થાન કોણ લે છે તે જોવું રસપ્રદ રહેશે. તેમની પાસે કેએલ રાહુલ છે જે કદાચ શરૂઆતની કેટલીક મેચ નહીં રમે. તે તેના બાળકના જન્મની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ (DC) પાસે યુવા ખેલાડીઓની ફોજ છે જે કંઈ પણ કરી શકે છે. તેમની પાસે કેએલ રાહુલ પણ છે જે T20 ક્રિકેટમાં ઇનિંગ્સને મજબૂતી આપશે. તેમને જોવો ખૂબ જ રોમાંચક રહેશે. દિલ્હી કેપિટલ્સે તેને 14 કરોડમાં ખરીદ્યો
IPL 2025 મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સ માટે ત્રણ વર્ષ રમ્યો હતો. ઓક્શન પહેલા LSGએ રિલીઝ કર્યો હતો. રાહુલે IPLમાં ઘણી ટીમનું નેતૃત્વ કર્યું છે, તેથી એવું માનવામાં આવતું હતું કે ફ્રેન્ચાઇઝી તેને કેપ્ટનશીપની જવાબદારી સોંપી શકે છે. જોકે DCએ અક્ષરને કેપ્ટન બનાવ્યો હતો. રાહુલે IPLમાં 4683 રન બનાવ્યા છે.