back to top
Homeદુનિયા'કલયુગની' માતાની ક્રૂરતા:ભારતીય મૂળની મહિલાએ 11 વર્ષના પુત્રનું ગળું કાપીને હત્યા કરી,...

‘કલયુગની’ માતાની ક્રૂરતા:ભારતીય મૂળની મહિલાએ 11 વર્ષના પુત્રનું ગળું કાપીને હત્યા કરી, પહેલા દીકરાને ડિઝનીલેન્ડ ફરવા લઈ ગઈ હતી

મા… બાળક માટે માત્ર એક શબ્દ નથી પણ આખી દુનિયા હોય છે. પરંતુ જ્યારે માતા પોતે જ પોતાના કાળજાના ટુકડાનો જીવ લેવા માટે ઝનૂની બની જાય ત્યારે શું થાય? ખરેખર, અમેરિકાના ન્યુયોર્કથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભારતીય મૂળની એક મહિલા પર ડિઝનીલેન્ડમાં ત્રણ દિવસની રજા માણ્યા બાદ તેના 11 વર્ષના પુત્રનું ગળું કાપીને હત્યા કરવાનો આરોપ છે. આ સમાચાર સાંભળીને દરેકનું કાળજું કંપી જાય છે. કેલિફોર્નિયામાં ઓરેન્જ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરિતા રામરાજુ (48) પર તેના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. તપાસ ચાલી રહી છે અને જો સરિતા રામરાજુ દોષિત ઠરશે તો તેને વધુમાં વધુ 26 વર્ષની જેલ કે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. શું છે સમગ્ર મામલો સરિતા તેના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ 2018માં કેલિફોર્નિયા જતી રહી હતી. છૂટાછેડા પછી, સરિતા પાસે તેના પુત્રની કસ્ટડી નહોતી પરંતુ તેને તેના પુત્રને મળવાની મંજુરી હતી. ઘટના પહેલા સરિતા તેના પુત્ર સાથે સાંતા આનાની એક મોટેલમાં રહેતી હતી. તેણે પોતાના અને તેના પુત્ર માટે ડિઝનીલેન્ડના ત્રણ દિવસનો પાસ લીધો હતો. સરિતાએ 19મી માર્ચના રોજ મોટેલ છોડીને જવાનું હતું અને તેના પુત્રને તેના પિતાને સોંપવાનો હતો, તેણે તે જ દિવસે સવારે 9:12 વાગ્યે પોલીસને ફોન કરીને જાણ કરી કે તેણે તેના પુત્રની હત્યા કરી છે . બાદમાં તેણે પણ ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સાન્ટા એના પોલીસ મોટેલ પર પહોંચી, ત્યારે તેઓએ ડિઝનીલેન્ડની જાણીતી વસ્તુઓની વચ્ચે રૂમમાં બેડ પર બાળક મૃત હાલતમાં પડ્યો હતો. પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એવું લાગે છે કે છોકરાની હત્યા ઘણા કલાકો પહેલા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મોટેલના રૂમમાંથી એક મોટી છરી મળી આવી હતી જે એક દિવસ પહેલા ખરીદવામાં આવી હતી. સરિતાએ દવા પી લીધા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ગુરુવારે રજા આપવામાં આવી. તેના પુત્રની હત્યાની શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે બાળકની કસ્ટડી પિતાને સોંપી હતી
સરિતા અને તેના પતિ પ્રકાશ રાજુ વચ્ચે ગયા વર્ષથી પુત્રની કસ્ટડીના અધિકારને લઈને કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. બાળકનો કબજો તેના પિતા પ્રકાશને સોંપવામાં આવ્યો હતો. ઓરેન્જ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ટોડ સ્પિટ્ઝરે કહ્યું, “બાળક માટે સૌથી સુરક્ષિત સ્થાન તેના માતાપિતાના હાથમાં હોય છે. પોતાના પુત્રને પ્રેમથી ભેટવાને બદલે તેણે તેનું ગળું કાપી નાખ્યું…” એનબીસીના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રકાશ રાજુએ કોર્ટના દસ્તાવેજોમાં કહ્યું હતું કે તેમનો જન્મ અને ઉછેર ભારતના બેંગલુરુમાં થયો હતો. બંનેએ જાન્યુઆરી 2018માં છૂટાછેડા લીધા હતા. કોર્ટના રેકોર્ડ મુજબ, રાજુને તેના પુત્રની કસ્ટડી આપવામાં આવી હતી અને સરિતા રામારાજુને પુત્ર સાથે મુલાકાતના અધિકારો મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments